બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GPSC-UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, યુવાનો ફાવી ગયા
Last Updated: 02:49 PM, 13 September 2025
UPSC-GPSC Exam : UPSC-GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યના યુવાનોને ભારતીય જાહેર સેવા અયોગ (UPSC) અને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારી તૈયારી મળી રહે એ હેતુસર રાજ્ય સરકારે એક મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી છે. હવે યુવાનોને પોતાના સપનાની સરકારી નોકરી માટે ખાસ તાલીમ મેળવવા માટે મોટી રાહત મળી છે, કારણ કે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં નિશુલ્ક UPSC-GPSC તૈયારી માટેના સ્ટડી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દરેક યુનિવર્સિટીમાં 100 બેઠકોની સુવિધા
આ યોજના હેઠળ રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીમાં UPSC અને GPSC જેવી પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે અલગથી સ્ટડી સેન્ટર ઊભાં કરવામાં આવ્યા છે. દરેક યુનિવર્સિટીમાં આશરે 100 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. કુલ 1000 સ્ટડી સેન્ટર્સની રચના થવાથી રાજ્યભરના આશયી ઉમેદવારોને પોતાનાં વિસ્તારની નજીક જ તાલીમ લેવાની અનોખી તક મળશે.
ADVERTISEMENT
પ્રવેશ માટે પરીક્ષા
આ સ્ટડી સેન્ટરમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા દ્વારા યોગ્ય અને પ્રતિભાશાળી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેથી નિશુલ્ક તાલીમનો લાભ સાચા હકદાર સુધી પહોંચે.
ADVERTISEMENT

ઑનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ ?
ADVERTISEMENT
પ્રવેશ માટેની ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 15 સપ્ટેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થીઓએ સમયસર અરજી કરી પ્રવેશ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
આ પણ વાંચો : તલાટીની ભરતી મામલે સૌથી મોટા સમાચાર, ઉમેદવારોને લઈને સામે આવી ચોંકાવનારી માહિતી
ADVERTISEMENT
વિનામુલ્યે મળશે ગુણવત્તાસભર તાલીમ
સ્ટડી સેન્ટર્સમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને કોઈપણ ફી ચૂકવ્યા વિના UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પૂરતી તાલીમ આપવામાં આવશે. તાલીમમાં વિષય નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાન, ટેસ્ટ સિરીઝ, સમૂહ ચર્ચા, પર્સનલ ગુાઇડન્સ અને અન્ય આવશ્યક શૈક્ષણિક સહાય આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.