બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તલાટીની ભરતી મામલે સૌથી મોટા સમાચાર, ઉમેદવારોને લઈને સામે આવી ચોંકાવનારી માહિતી

અપડેટ / તલાટીની ભરતી મામલે સૌથી મોટા સમાચાર, ઉમેદવારોને લઈને સામે આવી ચોંકાવનારી માહિતી

Priykant Shrimali

Last Updated: 11:47 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Recruitment 2025 : તલાટી ભરતીમાં ઉમેદવારોની સામાન્ય લાગી શકે તેવી ભૂલો જેમ કે ખોટી વિગતો, અપૂર્ણ સરનામું કે યોગ્ય ફોટો ન જોડવો તેમની અરજીને અમાન્ય બનાવી શકે છે, આટલા લોકોએ કરી આ મોટી ભૂલો

Talati Recruitment 2025 : તલાટી ભરતીને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરાયેલી તલાટી ભરતી પ્રક્રિયા દરમિયાન ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. સરકારી નોકરી માટે ઉત્સુક હજારો ઉમેદવારો પોતાના ફોર્મ ભરવામાં જ તદ્દન બેદરકાર સાબિત થયા છે. કુલ 10,045 ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ભૂલો કરી હોવાનું જાણવા મળ્યું છે.

તલાટી ભરતીમાં ઉમેદવારોની સામાન્ય લાગી શકે તેવી ભૂલો જેમ કે ખોટી વિગતો, અપૂર્ણ સરનામું કે યોગ્ય ફોટો ન જોડવો તેમની અરજીને અમાન્ય બનાવી શકે છે. આવી અસાવધાની ઉમેદવારોને નોકરી મેળવવાની તકથી વંચિત રાખી શકે છે.

હવે નજર કરીએ વિગતવાર આંકડા પર

2,366 ઉમેદવારોએ યોગ્ય ફોટો અપલોડ કર્યો નથી, જેના કારણે તેમની ઓળખ પકડવી મુશ્કેલ બની શકે છે. 4,749 ઉમેદવારોએ પોતાનું સરનામું યોગ્ય રીતે ભરી ન શક્યા, જે દસ્તાવેજી પ્રક્રિયામાં મોટી ખામી તરીકે ગણાય. 1,009 ઉમેદવારોએ ખોટી માહિતી આપી છે, જેને કારણે તેમની નૈતિકતા અને પાત્રતા પર પણ પ્રશ્ન ઊભા થાય છે. 1,921 ઉમેદવારોએ એકથી વધુ વાર ફોર્મ ભર્યા છે, જે નિયમ વિરુદ્ધ છે અને અરજીઓ રદ્દ થવાની શક્યતા વધારે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનાં 4 વર્ષ પૂર્ણ, જાણો સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર

હવે આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ઘણા ઉમેદવારોમાં યોગ્ય શૈક્ષણિક લાયકાત અને પાત્રતા હોવા છતાં માત્ર ફોર્મ ભરવામાં કરેલી ભૂલોના કારણે તેઓ નિસ્કાસિત થઈ શકે છે. આવા સમયમાં જ્યારે સરકારી નોકરીઓ માટે સ્પર્ધા ખૂબ તેજ બની છે, ત્યારે આવું બેદરકાર વલણ ચિંતાજનક છે. તલાટી ભરતી માટે મંડળ દ્વારા કડક ચકાસણી પ્રક્રિયા અમલમાં મુકાઈ છે, જેમાં દરેક ફોર્મને વિવાદરહિત રીતે ચકાસવામાં આવી રહ્યું છે. પરિણામે જેમણે નિયમભંગ કર્યો છે કે ખામીવાળું ફોર્મ ભરી છે, તેઓ પ્રાથમિક તબક્કામાં જ બહાર થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Talati Recruitment Talati Recruitment,
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ