ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / IPL જોવા અમદાવાદમાં સેલેબ્સનું આગમન, એરપોર્ટ પર દેખાયા, જાણો કોણ કોણ આવ્યું?

ક્રિકેટ / IPL જોવા અમદાવાદમાં સેલેબ્સનું આગમન, એરપોર્ટ પર દેખાયા, જાણો કોણ કોણ આવ્યું?

Published By: Nidhi Panchal

Last Updated: 04:10 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની હોવાથી સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મહાસંગ્રામને લઈને ક્રિકેટ રસિકો, સેલેબ્સ અને પૂર્વ ક્રિકેટરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ADVERTISEMENT

અમદાવાદમાં 31 મે, 2026ના રોજ IPL 2026ની ફાઇનલ મેચને લઈને અનોખો માહોલ સર્જાયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે ખિતાબી જંગ રમાવાની છે. મેચને લઈને માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરના હજારો ક્રિકેટ રસિકો ખાસ ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ પહોંચી ગયા છે, જેના કારણે શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

2

અંદાજે 45 હજાર ટિકિટો વેચાઈ

IPL ફાઇનલ માટે ટિકિટોની માંગ એટલી વધુ રહી કે ઓનલાઈન વેચાણ શરૂ થયાના માત્ર દોઢ કલાકમાં જ અંદાજે 45 હજાર ટિકિટો વેચાઈ ગઈ હતી. સવારે 10 વાગ્યે વેચાણ શરૂ થયા બાદ ખૂબ જ ઓછા સમયમાં 30 ટકા જેટલી ટિકિટો બુક થઈ ગઈ હતી. ક્રિકેટ ચાહકોમાં ફાઇનલ મેચને લઈને જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. મોટી સંખ્યામાં લોકો મેટ્રો, ટેક્સી, ઓટોરિક્ષા તેમજ ખાનગી વાહનો મારફતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ પહોંચી રહ્યા છે.

જાણીતા ચહેરાઓ પણ અમદાવાદ પહોંચી

ફાઇનલ મેચને વધુ ભવ્ય બનાવવા માટે બોલિવૂડ અને ક્રિકેટ જગતના અનેક જાણીતા ચહેરાઓ પણ અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ પર અભિનેતા વરૂણ ધવન, અભિનેત્રી પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સનું આગમન થયું હતું અને તેઓ ગરબા પણ રમ્યા હતા. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સ પણ અમદાવાદ પહોંચ્યા હતા. તેમની હાજરીથી ફાઇનલ મેચનું આકર્ષણ વધુ વધી ગયું છે.

બહાર પણ અનોખા દ્રશ્યો

સ્ટેડિયમની બહાર પણ અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. RCBના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીના હમશકલ તરીકે આવેલા એક યુવક સાથે લોકો ફોટા પડાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. ક્રિકેટપ્રેમીઓ માટે આ એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બીજી તરફ સ્ટેડિયમના ગેટ નંબર-1 પાસે મોટી સંખ્યામાં દર્શકો વહેલી તકે પહોંચી ગયા હતા. પ્રેક્ષકોને સાંજે 4:30 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવવાનો હોવાથી લોકો ઉત્સાહપૂર્વક પોતાની વારીની રાહ જોઈ રહ્યા હતા.

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા

ફાઇનલ મેચને લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને પણ ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતાં મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ટ્રાફિક વ્યવસ્થિત રહે અને ક્રિકેટ ચાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્ટેડિયમ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અનુરાગ ઠાકુર પણ ફાઇનલ મેચ

આ દરમિયાન ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ફાઇનલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગની ફાઇનલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જે પોતે જ એક ઐતિહાસિક ક્ષણ છે. લગભગ 1.25 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે શ્રેષ્ઠ ટીમો વચ્ચેની ફાઇનલ યાદગાર બનશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ ખતરામાં! BCCIના નિર્ણયથી મળી હિન્ટ

જો કે ક્રિકેટપ્રેમીઓ માટે એક ચિંતાનો વિષય પણ સામે આવ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં ગાજવીજ અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. થન્ડર એક્ટિવિટીને કારણે મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ક્રિકેટરસિકોમાં ઉત્સાહ યથાવત છે અને સૌની નજર આજે યોજાનારી આ ઐતિહાસિક IPL ફાઇનલ પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans IPL 2026 Final, RCB

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ