બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:19 AM, 4 November 2025
ગુજરાતમાં હજુ પણ વરસાદથી રાહત મળે તેવા કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય હવામાન વિભાગે 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાતમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત વીજળીનો પણ ખતરો છે. વીજળીના ખતરા પર હવામાન વિભાગે ખાસ અપડેટ આપ્યું છે.
ADVERTISEMENT
હવામાનમાં કેમ આવશે ફેરફાર
આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 4 અને 5 નવેમ્બર, 2025 ના રોજ ઉત્તરપશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આના કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં ભારે વરસાદનો યોગ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ શક્ય છે. 4 નવેમ્બરના રોજ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી સાથે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
5થી 7 તારીખ સુધી વીજળી પડવાની સંભાવના
હવામાન વિભાગે એવું પણ એલર્ટ આપ્યું છે કે 5 થી 7 નવેમ્બર સુધી ગુજરાતમાં વીજળી પડવાના યોગ છે. એટલે લોકોએ સાવધાની રાખવી. અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં વીજળી પડવાની સંભાવના છે.
ADVERTISEMENT
શું કહ્યું અંબાલાલ પટેલે
ADVERTISEMENT
અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે, 5થી 8 નવેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે. 9થી 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. 18થી 20 નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ રહેશે. જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 23થી 26 નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.