ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / U-19 વર્લ્ડ્ કપનો હીરો ગુજરાતી યુવા ખેલાડી ખિલન પટેલે ભારત-પાક.મેચને લઈને કરી મોટી વાત, શું કહ્યું

IND vs PAK / U-19 વર્લ્ડ્ કપનો હીરો ગુજરાતી યુવા ખેલાડી ખિલન પટેલે ભારત-પાક.મેચને લઈને કરી મોટી વાત, શું કહ્યું

Published By: Vidhata Gothi

Last Updated: 02:06 PM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાને લઈને દેશભરમાં જબરદસ્ત માહોલ છે. ત્યારે અંડર-19 ભારતીય ટીમના ખેલાડી ખિલન પટેલનું નિવેદન સામે આવ્યું છે.

ADVERTISEMENT

T20 વર્લ્ડકપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ 7 વાગે શરૂ થવાની છે અને ટોસ 6.30 એ થવાનો છે. ત્યારે આ મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ પહેલા અંડર-19 ભારતીય ટીમના ખેલાડી ખિલન પટેલનું નિવેદન સામે આવ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચને લઈને ખિલન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું - બંને ટીમો મેદાનમાં સારું પ્રદર્શન કરે, સારી મેચ રમાય. અને હું પણ એ જ ઇચ્છીશ કે મેચ ભારતની ટીમ જીતે. ક્રિકેટ ચાહકોની જેમ મને પણ ભારતની જીતની પૂરી આશા છે. હાર્દિક પંડયા અને અભિષેક શર્મા જબરદસ્ત રમે એવી આશા છે.

vtv app promotion

T20 વર્લ્ડ કપ 2026માં રાજકીય વિવાદો અને બહિષ્કારની ધમકીઓને કારણે ચર્ચામાં રહેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાને લઈને દેશભરમાં જબરદસ્ત માહોલ છે. આ T20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચ હશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ શ્રીલંકાના કોલંબોના આ પ્રેમદાસા સ્ટેડિયમ રમાશે. ભારત અને નામીબિયા વચ્ચેની મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર થશે. આ સિવાય જિયો હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.

આ પણ વાંચો: ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં અનાજ ATM અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો, મશીનમાંથી મળશે અનાજ

ભારત વિરુદ્ધ પાકિસ્તાન હેડ-ટુ-હેડ (T20)

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનું પલડું હંમેશા ભારે રહ્યું છે. T20 વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધી પાકિસ્તાન સામે 8 મેચ રમી છે, જેમાંથી 7 મેચ જીતી છે. જ્યારે T20 ઇન્ટરનેશનલ ભારત અને પાકિસ્તાન 16 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં ભારતે 13 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 3 મેચ જીતી છે. ભારતનો રેકોર્ડ પ્રભાવશાળી છે, ત્યારે પાકિસ્તાન સામેની આગામી મેચમાં ભારત પર પણ પ્રેશર રહેશે. આ બંને દેશો માટે પ્રતિષ્ઠાની લડાઈ છે, જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને પાકિસ્તાન સાથે T20 વર્લ્ડ કપમાં પોતાનો રેકોર્ડ 8-1 કરવાનો પ્રયાસ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khilan Patel India vs Pakistan Indian Cricket Team

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ