બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6થી વધુના મોત, સુરેન્દ્રનગરમાં એકસાથે 10 પદયાત્રીઓને ટ્રક ચાલકે કચડી માર્યા
Last Updated: 10:00 AM, 13 April 2026
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-વિરમગામ હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કર્યો છે. રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ADVERTISEMENT
આ અંગે મળતી માહિતી અનુસાર ભાસ્કરપરા નજીક યાત્રિકોનું એક જૂથ રોડ ક્રોસ કરી રહ્યું હતું. આ યાત્રિકો રાજકોટના ગઢકા ગામેથી ડેકાવાળા મંદિર તરફ સંઘ લઇને જઈ રહ્યા હતા. રસ્તા પર એક ડમ્પર ઊભું હતું. જેનું ટાયર બદલવામાં આવી રહ્યું હતું. યાત્રિકો આ ડમ્પર પાસેથી પસાર થઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી ઝડપથી આવતી ટ્રકે લગભગ 10 જેટલા લોકોને અડફેટે લીધા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત થયા.
ADVERTISEMENT
આ ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધી 5 મહિલાઓ અને 2 પુરુષોના મોત નિપજ્યા છે. ઉપરાંત ડમ્પરનું ટાયર બદલતા ચાલકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે.
ADVERTISEMENT
આ અકસ્માત બાદ પોલીસ તંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કામગીરી શરૂ કરી હતી. એ ટ્રકમાં સવાર એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. લખતર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રકની ગતિ, ડ્રાઈવરની બેદરકારી અને માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લખતર-વિરમગામ હાઇવે પર બનેલી આ દુર્ઘટના માનવજીવન માટે મોટી ચેતવણી સમાન છે. અચાનક બનેલા આ અકસ્માતે અનેક પરિવારોને શોકમાં મૂકી દીધા છે. માર્ગ સલામતીના નિયમોનું પાલન અને સાવચેતી જ આવા અકસ્માતોને અટકાવવા માટે જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.