ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અમદાવાદના યુવાઓએ લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારોને આવકાર્યા, જાણો શું બોલ્યાં

અમદાવાદ / VIDEO : અમદાવાદના યુવાઓએ લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારોને આવકાર્યા, જાણો શું બોલ્યાં

Published By: Priyankka Triveddi

Last Updated: 01:03 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેને અમદાવાદના યુવાનોએ સહર્ષ વધાવી લીધી છે અને યોગ્ય પણ ગણાવ્યો છે.

ADVERTISEMENT

Marriage Registration Rules: ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકારે જાહેરાત કરી કે ‘ગુજરાત Registration of Marriages Rules’ હેઠળ કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે. સરકારનું કહેવું છે કે, લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક તકલીફો અને ગેરસમજો અંગે વિવિધ રજૂઆતો મળી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં સુધારા લાવવા વિચારણા કરવામાં આવી છે. નવા પ્રસ્તાવિત નિયમો અંગે જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. પ્રાપ્ત થયેલા અભિપ્રાયો પર ચર્ચા કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

હર્ષ સંઘવીનું આ અંગે નિવેદન

આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સરકારને પ્રેમ સંબંધોથી કોઈ વાંધો નથી. પરંતુ કોઈ વ્યક્તિ ખોટી ઓળખ આપી કે ભ્રમ ફેલાવીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમના નિવેદન પછી આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે.

પાટીદાર સમાજે કર્યું અભિવાદન

લગ્ન નોંધણીના નિયમોમાં થયેલા ફેરફારો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પ્રત્યે આભાર વ્યક્ત કરતા આગેવાનોએ જણાવ્યું કે સરકારએ સમાજની લાંબા સમયથી ચાલતી માંગનો સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રીએ નિયમોના યોગ્ય પાલન માટે સૂચનો આપ્યા અને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવા પણ જણાવ્યું. સાથે સાથે યુવતીઓના કાઉન્સેલિંગ સંબંધિત મુદ્દે પણ ખાસ ધ્યાન આપવાની અને જાગૃતિ વધારવાની સલાહ આપવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજે પણ આવકાર્યો નિર્ણય

રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં સૂચિત ફેરફારોને લઈને ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કારણસિંહ ચાવડાએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે નવા નિયમોથી માતા-પિતાની સંમતિ વિના લેવામાં આવતા ઉતાવળભર્યા નિર્ણયોને અટકાવવામાં મદદ મળશે અને અનેક દીકરીઓનું જીવન બરબાદ થતું અટકશે. કરણસિંહ ચાવડાએ વધુમાં ઉમેર્યું કે યુવાન દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓમાં ઘટાડો થશે અને માતા-પિતાને આઘાત પહોંચાડનારી પ્રવૃત્તિઓ પર પણ રોક લાગશે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકારના આ પગલાંથી સમાજમાં જવાબદારી અને સંવાદિતાનો માહોલ મજબૂત બનશે.

આ પણ વાંચો: 'કેટલી બેન-દીકરીઓના બળાત્કાર થાત?...' અભિનેત્રી મોના થિબા કનોડિયાના વેશ્યાવૃત્તિ નિવેદનથી વિવાદ

Vtv App Promotion

યુવાનોએ આવકાર્યો ફેરફાર

ગુજરાતમાં લગ્ન નોંધણીના સૂચિત નિયમોમાં ફેરફારના પગલે અમદાવાદના યુવાઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ઘણા યુવાઓએ નવા નિયમોને આવકારતા જણાવ્યું કે માતા-પિતા સમજી વિચારીને જ લગ્ન માટે ના પાડતા હોય છે અને “આપણને મોટા કર્યા છે તો આપણા કરતા એમને વધારે ખબર પડે” તેવી તેમની માન્યતા છે. યુવતીઓએ પણ આ સૂચિત કાયદાને યોગ્ય ગણાવી કહ્યું કે લવ મેરેજના નિર્ણયથી ઘણી વખત પરિવાર જ નહીં પરંતુ લગ્ન કરનાર દંપતી પણ મુશ્કેલીઓમાં મુકાય છે. જોકે કેટલાક યુવાઓએ માતા-પિતાની પરવાનગી સંબંધિત જોગવાઈને લઇને કાયદાની ટીકા કરી અને દલીલ કરી કે માતા-પિતા સંમતિ ન આપે એટલે જ ઘણા યુવક-યુવતીઓ ભાગીને લગ્ન કરવા મજબૂર બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ગુજરાત લગ્ન નોંધણી નિયમો Ahmedabad youth reaction Gujarat marriage registration rules

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ