ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં ભાજપ નેતાએ આપી દીધું રાજીનામું, સોશિયલ મીડિયા પર લાઈવ આવીને ઠાલવ્યો બળાપો
Last Updated: 12:25 PM, 18 February 2026
ADVERTISEMENT
Banaskantha News: સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ પહેલા જ બનાસકાંઠા ભાજપમાં જૂથવાદનો મુદ્દો ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લા આદિજાતિ મોર્ચાના મહામંત્રી નરેશ રાણાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા પછી નરેશ રાણાએ સોશિયલ મીડિયા પર લાઇવ આવીને ભાજપ સામે ભારે બળાપો ઠાલવ્યો છે.
ADVERTISEMENT
અમીરગઢ તાલુકાના ભાજપ નેતા નરેશ રાણાનો વીડિયો વાયરલ થતાં દાંતા વિધાનસભા બેઠકમાં ભાજપમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા આદિજાતિ મોર્ચાના મહામંત્રી નરેશ રાણાએ આદિવાસી ભીલ સમાજ સાથે અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોમાં બનાસકાંઠા ભાજપમાં ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
નરેશ રાણાએ તેમના વીડિયોમાં પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોનું સન્માન ન થતું હોવાનો દાવો કર્યો છે અને નવા સંગઠનની નિમણૂકમાં ભાજપના કાર્યકર્તા સાથે અન્યાય થયો હોવાનો આરોપ પણ લગાવ્યો. અન્ય લોકો ભાજપનો ખેસ પહેરીને બીજી પાર્ટીમાં કામ કરતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
ADVERTISEMENT

નરેશ રાણાએ 'ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરું છું અને રાજીનામું આપું છું' તેમ કહી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે પક્ષમાં કાચા કાન અને કરપ્શનની કદર છે, પરંતુ નિષ્ઠાવાન કાર્યકરોની કદર નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપમાં હલચલ મચી ગઈ છે.
ADVERTISEMENT
તેમણે રાજીનામું આપતા લેટરમાં લખ્યું છે કે 'હું મારી સ્વેચ્છાએ પાર્ટીના તમામ હોદ્દાઓ અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સભ્યતા પરથી રાજીનામું આપું છે. મેં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં દાંતા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પક્ષ પ્રત્યે મારી નિષ્ઠા દર્શાવી હતી. ત્યારબાદ પક્ષ દ્વારા મને જિલ્લા મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. જે મેં પૂરી પ્રમાણિકતાથી નિભાવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં થઈ રહેલા ભેદભાવ અને કાર્યકરોની સતત ઉપેક્ષાના કારણે મારું મન અત્યંત દુઃખી છે. ગઈકાલ તારીખ 16/02/2026ના રોજ સંગઠનની નિમણૂકોમાં પણ યોગ્ય સ્થાન ન મળતા એ સ્પષ્ટ જણાય છે કે પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોનું સન્માન જળવાતું નથી. આથી, મારા અંતરાત્માના અવાજને માન આપીને હું ભારતીય જનતા પાર્ટી સાથેના તમામ સંબંધો તોડું છું. મહેરબાની કરીને મારું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવા વિનંતી છે.'

ADVERTISEMENT
તેમણે રાજુનામું ફેસબૂક પર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું - આજે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે, ભારતીય જનતા પાર્ટીમાં સતત થઈ રહેલા ભેદભાવ અને કાર્યકરોની ઉપેક્ષાથી વ્યથિત થઈને મેં ભાજપના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મેં હંમેશા નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ જ્યાં કાર્યકરનું સન્માન ન હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે હું મારા સમાજ અને આદિવાસી હિત માટે નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આશા છે કે તમારો સાથ અને સહકાર હંમેશા મળતો રહેશે.
આ પણ વાંચો: 'ગુરૂના આદેશથી લાઈવ આવવાનું ટાળ્યું' ઈન્દ્રભારતી બાપુનો પર્દાફાશની બડાઈ મારનારી કીર્તિ પાણીમાં બેસી!
ADVERTISEMENT
હવે સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં તેમનું રાજીનામું અને વીડિયોથી મહત્તમ આદિવાસી વિસ્તારમાં વિવાદ છેડાય તેવી શક્યતા છે, જેને લીધે આદિવાસી વિસ્તારમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. હવે જોવાનું રહેશે કે ભાજપ આ વિવાદને કેવી રીતે સંભાળે છે અને નરેશ રાણાના આક્ષેપોનો શું જવાબ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.