બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court orders the system on the death of cattle in the state

આદેશ / 'કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત નહીં ચલાવી લેવાય', ગુજરાત HCની તંત્રને આકરી ટકોર

Dhruv

Last Updated: 01:45 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદ તથા અમદાવાદમાં ગાયોના મોત મામલાને ગુજરાત હાઇકોર્ટે ગંભીરતાથી લેતા કહ્યું 'કામગીરીની આડમાં પશુઓના જીવ જાય તે ચલાવી નહીં લેવાય.'

  • રાજ્યમાં પશુઓના મોત મામલે હાઇકોર્ટ ચિંતિત
  • નડિયાદ અને અમદાવાદના મુદ્દાને લીધો ગંભીરતાથી
  • પશુઓના મોત નહીં ચલાવી લેવાય: ગુજરાત હાઇકોર્ટ

રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે. બાદમાં રખડતા પશુઓને ઢોરવાડામાં લઇ જવામાં આવી રહ્યાં છે. ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઇકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે.

પશુઓના મોત મામલે માલધારી સમાજમાં ભારે રોષ

રાજ્યમાં નડિયાદ તેમજ અમદાવાદના ઢોરવાડામાં પશુઓના મોત થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પશુપાલકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વાત કરીએ જો અમદાવાદની તો અમદાવાદના દાણીલીમડા ઢોરવાડામાં જ કેટલાંક પશુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ મુદ્દે માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માલધારીઓ તાજેતરમાં જ અચોક્કસ મુદ્દતના ધરણા પર ઉતર્યા હતા. જેમાં કોંગ્રેસ પણ જોડાઇ હતી. જોકે બીજી બાજુ તંત્રએ પશુઓના મોત મામલે પશુપાલકોને જ જવાબદાર ગણાવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.

કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત નહીં ચલાવી લેવાય: HC

નિર્દોષ પશુઓના મૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં પશુઓના મોત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને કોર્ટે ગંભીરતાથી લીધો હતો. પશુઓના મોત મામલે હાઈકોર્ટે તંત્રને ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું, 'અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી ન લેવાય. કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય. તંત્રની કામગીરીની આડમાં પશુઓના જીવ જતા હોય તે ચલાવી નહીં લેવાય.' આથી કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ