બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat High Court grants conditional bail to folklorist Devayat Khawad

BIG BREAKING / આખરે 72 દિવસ બાદ દેવાયત ખવડના શરતી જામીન મંજૂર, રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ

Malay

Last Updated: 01:17 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

  • દેવાયત ખવડના જામીન મંજૂર
  • ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન
  • 6 મહિના સુધી રાજકોટમાં નહીં કરી શકે પ્રવેશ

રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. આપને જણાવી દઈએ કે, સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટમાં 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે. જ્યારે હવે હાઇકોર્ટે હવે ખવડને શરતી જામીન આપ્યા છે. 

દેવાયત ખવડને આજે ન મળી રાહત: મારામારીના કેસમાં આગોતરા જામીન પર જુઓ શું થયું  | Biggest news in devayat khavad case

15 ફેબ્રુઆરીએ ફગાવી દીધી હતી અરજી
ગત 15 ફેબ્રુઆરીએ દેવાયત ખવડે સતત પાંચમી વાર કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. 

Topic | VTV Gujarati

25 દિવસ પછી ચોથી વાર માગ્યા હતાં જામીન 
જામીન માટે વલખા મારતા દેવાયત ખવડે 25 દિવસ પછી ચોથી વાર જામીન માગ્યા હતાં, તેમણે ગત 10 ફેબ્રુઆરીએ ચોથી વાર જામીન અરજી કરી હતી પરંતુ દેવાયત માટે અફસોસ કે, જે વચગાળાની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. તેણે તે વચગાળાની જામીન અરજીમાં કારણ દર્શાવ્યું હતું કે, સ્ટેજ કાર્યક્રમ હોવાથી વચગાળાની જામીન મળે. જોકે, સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ દ્વારા સામસામે દલીલ કરવામાં આવી હતી જે બાદ ખવડેની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીને જેલ, પોલીસે વધુ રિમાન્ડની માંગ  ન કરતા કોર્ટનો આદેશ, જાણો વિગત | The three accused, including folk writer  Dewayat Khawad ...

દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર 
રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા 7 ડિસેમ્બર 2022ના રોજ મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 

પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ 
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.  

દેવાયત ખવડ કેસમાં હવે ક્ષત્રિય સમાજ મેદાને: મારામારી મામલે જે આક્ષેપ  લગાવ્યો તે જાણી ચોંકી જશો | Rajkot Kshatriya Samaj submitted to the  Commissioner of Police

જાણો શું છે સમગ્ર મામલો?

  • લૉકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં એક યુવક પર કર્યો હતો હુમલો, પીડિતનું નામ મયુરસિંહ રાણા
  • સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક હુમલો કરતાં ઘટના કેમેરામાં થઈ કેદ
  • પોલીસે ગુનો નોંધી તેને પકડવા તપાસ હાથ ધરી તો થયો અંડરગ્રાઉન્ડ, રાજકોટમાં ઘરમાં મારી દીધા તાળાં, વતન દૂધઈમાં પણ થઈ તપાસ પણ ત્યાં કોઈ મળ્યું નહીં
  • ખવડે પોલીસથી બચવા કરી નાખી હતી આગોતરા જામીન અરજી
  • દેવાયત ખવડ સતત પોલીસની પકડથી દૂર હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા અને વિરોધ કર્યો, પોલીસ પર જ કર્યો સાંઠગાંઠનો આરોપ લગાવ્યો
  • પોલીસે કહ્યું હતું તેની સાથે જોડાયેલા તમામના નિવેદન લીધા, સોશ્યલ મીડિયા અને મોબાઈલ પર અમારી નજર છે, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
  • 15 તારીખે આગોતરા જામીન અરજી પર સુનાવણી હતી પણ તે 17 સુધી ટળી
  • મયુરસિંહ રાણાના પરિવારે PMO સુધી ફરિયાદ કરી અને કાર્યવાહીની કરી માંગ
  • 10 દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
  • કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર
  • 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા
  • 72 દિવસથી જેલમાં છે દેવાયત ખવડ અને તેના સાથીઓ
  • આજે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા શરતી જામીન


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ