બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat High Court Fire Safety Advocate General Fire NOC Bu Permission

પર'મિશન' / ફાયર સેફટી નહીં હોય તો બુલડોઝર ફેરવાની પણ તૈયારી?, ગુજ.હાઈકોર્ટમાં એડવોકેટ જનરલનું મોટું નિવેદન

Vishnu

Last Updated: 06:02 PM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા કોમર્શિયલ કે રેસિડેન્ટ બિલ્ડીંગમાં ફાયર NOC ન હોય તો ચેતી જજો નહીં તો હવે તાળા પણ લાગશે અને જરૂર લાગે તોડી પણ પડાશે

  • હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મામલે એડવોકેટ જનરલનું નિવેદન
  • ફાયર NoC, BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી ચાલુ
  • જે ઇમારતોને ધારાધોરણો મુજબ હશે તને પરમિશન આપી શકાશે

રાજ્યમાં ઘણા સમયથી ફાયર સેફટીને લઈ ગુજરાત હાઈકોર્ટ સતત સરકાર અને તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે. HCના આ વલણને જોઇ તંત્ર પર ફાયર સેફટીને લઈ ગંભીર હોવાનું જણાઈ આવ્યું છે.

ફાયર સેફટી પર કડક કાર્યવાહીના એંધાણ
ત્યારે રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારીનો વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યના એડવોકેટ જનરલે ફાયર NoC, BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી ચાલુ હોવાની વાત કહી છે. આ ઉપરાંત કોર્ટને બાંહેધરી રૂપે નિવેદન આપતા કહ્યું છે કે બી.યુ.પરમિશન વગરની ઇમારતો સીલ કરાશે અથવા તોડી પડાશે. જેથી આવનાર સમયમાં ફાયર સેફટી વગર ધમધમતી ઈમારતો પર તંત્રનું બુલડૉઝર કે ખંભાતી તાળાં મારી દેવાશે તે વાત નક્કી છે.

SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની લીધી નોંધ
બીજી તરફ એડવોકેટ જનરલે એ પણ ટાંક્યું હતું કે જે ઇમારતોને ધારાધોરણો મુજબ હશે તને પરમિશન આપી શકાશે. આજની સુનાવણી દરમિયાન હાલમાં  SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની નોંધ પણ લેવાઈ હતી. SVPમાં લાગેલી આગ પર 10 મિનિટમાં કાબૂ મેળવાયો હતો કારણ કે હોસ્પિટલ સંપૂર્ણ રીતે ફાયર સાધનોની સજ્જ હતી તેમજ SVPમાં ફાયર સેફટી ઈકવિપમેન્ટ કાર્યરત હતા. 

પ્રશાસન લોકોના હિત માટે પગલાં લઈ રહ્યું છે : અરજદાર
તંત્રની ફાયર સેફ્ટી મુદ્દેની કાર્યવાહી પર અરજદારે સ્વીકાર કરતાં જણાવ્યું છે કે પ્રશાસન લોકોના હિત માટે પગલાં લઈ રહ્યું છે તે સારી વાત છે હજુ પણ કડક કાર્યવાહી જરૂર છે જેથી SVP હોસ્પિટલમાં લાગેલી આગ જેમની તાત્કાલિક આગ પર કાબૂ મેળવી શકાય.ફાયર સેફ્ટી મામલે  વધુ સુનાવણી જૂન માસમાં હાથ ધરાશે.

અગાઉનું સુનાવણીમાં હાઈકોર્ટે આપ્યો હતો મહત્વનો આદેશ
4 એપ્રિલના રોજ અમદાવાદમા ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો હુકમ આપતા કહ્યું હતું કે ફાયર સેફટી વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ પણ નીતિવિષયક પગલાં લેવાતા નથી. સરકાર ફાયર સેફટી પર ગંભીર ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું. ત્યારે BU, ફાયર સેફટી મામલે ક્રિમિનલ પ્રોસિક્યુશન દાખલ કરવા માટે કોર્ટે અમદવાદ મનપાને આદેશ કર્યો છે.ફાયર સેફટી અંગે વડોદરા, ભાવનગર, રાજકોટ, સુરતને પણ કોર્ટે ટકોર કરી છે. હોસ્પિટલ,સ્કૂલો ,ઇમારતોનો ફાયર સેફટી અંગેનો રિપોર્ટ HCએ માગ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ