બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat: Health Minister's big statement on the issue of concessions in masks, the sense of Mask fine relief given

ક્યારે હવે? / ગુજરાત: માસ્કમાં છૂટછાટ મામલે આરોગ્યમંત્રીનું મોટું નિવેદન, આપ્યા રાહતના અણસાર, જુઓ શું કહ્યું?

Vishnu

Last Updated: 11:42 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના માત્ર સિંગલ ડિજીટમાં આવી ગયા, દિલ્લી અને મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી છે ત્યારે ગુજરાતમાં માંગ ઉઠી છે

  • રાજ્યમાં માસ્કમાં છૂટછાટનો મામલો
  • આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • "સોશિયલ ડિસ્ટન્સિંગ લોકોએ જાતે જ દૂર કરી દીધું છે"

ગુજરાત હવે કોરોના મુક્ત થવા તરફ. ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી. સ્વિમિંગ પુલ, મોલ મલ્ટીપ્લેક્ષ, શાળા કોલેજો શરુ કરવામાં આવી. ઓફલાઇન શિક્ષણ શરુ થયુ અને મહત્વનુ તો નાઇટ કર્ફ્યુ બંધ કરી દેવાયો. તો પછી હવે માસ્ક પહેરવાની કેમ જરુર ? કોરોના છે જ નહી તો માસ્ક પહેરવાની જરુર કેમ ? બાળકોને પણ વેક્સિન મળી ગઇ, મોટા ભાગના તમામ લોકોએ વેક્સિન લઇ લીધી છે તો પછી માસ્ક ન પહેરવા બદલ દંડનો નિયમ કેમ ન બદલાય ?

તંત્ર છૂટ આપે તે પહેલા જ લોકોએ જાતે છૂટ લઇ લીધી-ઋષિકેશ પટેલ
દિલ્લી અને મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાતા હવે ગુજરાતમાં પણ માગ ઉઠી છે ત્યારે ગુજરાતમાં માસ્કમાં છૂટછાટ મામલે આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તંત્ર છૂટ આપે તે પહેલા જ લોકોએ જાતે છૂટ લઇ લીધી. ગુજરાતમાં કોરોના માત્ર સિંગલ ડિજીટમાં આવી ગયો. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ લોકોએ જાતે જ દૂર કરી દીધું છે. ત્યારે આરોગ્ય મંત્રીનું આ નિવેદન પર લોકોને હવે અપેક્ષા જાગી છે કે ફરજિયાત માસ્ક અને તેના દંડમાંથી ગુજરાતમાં પણ છૂટ આપવામાં આવશે. 

મહેસાણાના બાસણા સ્થિત મર્ચન્ટ એન્જી. કોલેજ ખાતે કલ્ફેસ્ટ 2022માં આપ્યું નિવેદન
કોરોના કાળ દરમ્યાન છેલ્લા બે વર્ષથી કોલેજોમાં વાર્ષિકોત્સવ પણ બંધ થઈ ગયા હતા. ત્યારે બે વર્ષ બાદ મહેસાણાના બાસણા સ્થિત મર્ચન્ટ એન્જી. કોલેજ ખાતે કલ્ફેસ્ટ 2022 યોજાયો હતો. જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન કર્યું હતું કે, WHO એ ગુજરાતમાં ટ્રેડિશનલ મેડીસિન બનાવવા માટે જામનગર ને પસંદ કર્યું છે. જેનું જાપાન બાદ બીજું મથક જામનગર બનશે. તો ટુંક સમયમાં mbbs વાળી રાજ્યમાં જગ્યાઓ પણ ભરાઈ જશે . આવનાર સમયમાં એસ્ટાબ્લિશમેન્ટ રુલ્સ બનાવવા જઈ રહ્યા છીએ. મરચન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા મેડિકલ કોલેજ અને યુનિવર્સિટી ની માંગણી કરાઇ છે. તે પણ જો તેના નિયમોમાં આવતી હશે તો મળી શકે છે. તો માસ્ક પ્રતિબંધ હટાવવા કે નહી તે મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન કર્યું હતું કે, હવે રાજ્યમાં કોરોના સિંગલ ડીજીટમા છે. નિયમ હોય કે ના હોય ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ નથી કે માસ્ક નથી. એટલે સ્વાભાવિક રીતે લોકોએ જાતે જ છૂટ લોકોએ લઈ લીધી છે. 

કોરોના કેસ સિંગલ ડિઝિટમાં

  • આજે રાજ્યમાં કોરોનાના 7 કેસ 
  • અમદાવાદમાં 4  કેસ, વડોદરામાં 2 કેસમ, વલસાડ 1
  • કોરોનાને માત આપીને આજે 14 દર્દી ડિસ્ચાર્જ 
  • હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 69  એક્ટિવ કેસ 
  • કોરોનાગ્રસ્ત 2 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર 

સંકળાયેલા મુદ્દાઓ

Health Minister Mask Fine Masks Relief gujarat ઋષિકેશ પટેલ ગુજરાત માસ્ક માસ્ક દંડ માસ્ક રાહત હેલ્થ વિભાગ mask
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ