બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus 16 June 2020 update Gujarat

ચિંતાજનક / એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો રેકોર્ડબ્રેક, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 24628

Kavan

Last Updated: 07:59 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત સાતમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં સાતમી વખત 500થી વધુ કેસ
  • કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ 
  • છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ થયાં સાજા

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 524 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ છે. 

અમદાવાદમાં કોરોનાના નવા 332 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 332 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 17,090 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

16/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 332
સુરત 71
વડોદરા 41
ગાંધીનગર 22
રાજકોટ 10
ભરૂચ 6
પંચમહાલ 5
અરવલ્લી 4
અમરેલી 4
મહેસાણા 3
પાટણ 3
જામનગર 3
કચ્છ 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંઠા 2
આણંદ 2
ખેડા 2
સાબરકાંઠા 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
બોટાદ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1734 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 5940 લોકો સ્ટેબલ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે 

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 17299 12055 1231 4013
સુરત 2714 1966 106 642
વડોદરા 1638 1076 45 517
ગાંધીનગર 504 306 21 177
ભાવનગર 170 119 13 38
બનાસકાંઠા 154 122 8 24
આણંદ 132 108 12 12
રાજકોટ 167 86 5 76
અરવલ્લી 150 122 14 14
મહેસાણા 190 118 9 63
પંચમહાલ 131 88 15 28
બોટાદ 68 55 2 11
મહીસાગર 120 108 2 10
ખેડા 108 78 5 25
પાટણ 119 83 10 26
જામનગર 88 57 3 28
ભરૂચ 99 46 5 48
સાબરકાંઠા 143 92 7 44
ગીર સોમનાથ 50 45 0 5
દાહોદ 48 40 0 8
છોટા ઉદેપુર 40 33 0 7
કચ્છ 107 70 5 32
નર્મદા 32 23 0 9
દેવભૂમિ દ્વારકા 16 14 0 2
વલસાડ 59 37 3 19
નવસારી 40 27 1 12
જૂનાગઢ 47 31 1 15
પોરબંદર 14 9 2 3
સુરેન્દ્રનગર 81 43 3 35
મોરબી 7 5 1 1
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 32 11 4 17
અન્ય રાજ્ય 51 8 1 42
TOTAL 24628 17090 1534 6004

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus gujarat કોરોના વાયરસ ગુજરાત coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ