બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 10 વર્ષથી ગીર ગઢડાના આ ગામમાં રાજ કરતી વેવાણને વેવાણે જ આપ્યો કારમો પરાજય, હારેલા ઉમેદવાર ગે.હા.
Priykant Shrimali
Last Updated: 01:11 PM, 25 June 2025
Gram Panchayat Election Results : આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણને આખી પેનલ સાથે હરાવી હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો સામ-સામે હતા. જૂના ઉગલા ગામમાં છેલ્લા 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ આખી પેનલ સાથે હરાવી દીધા છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 22 જૂન 2025 અને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જોકે હવે આજે આ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી હાથ ધરાઇ છે. આ માટે મત ગણતરીના સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 14231 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરીનું કાર્ય હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોંધનીય છે કે, કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.