ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના મુસ્તફૂર ગામડીના સરપંચ તરીકે પાટણવાડીયા ચંદ્રકાંતે સતત બીજી ટર્મમાં મારી બાજી, લોકોમાં ઉત્સાહ

ચૂંટણી પરિણામ / વડોદરાના મુસ્તફૂર ગામડીના સરપંચ તરીકે પાટણવાડીયા ચંદ્રકાંતે સતત બીજી ટર્મમાં મારી બાજી, લોકોમાં ઉત્સાહ

Published By: Priykant Shrimali

Last Updated: 12:53 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gram Panchayat Election Results : વડોદરા તાલુકામાં આવેલી મુસ્તફૂર ગામડીના સરપંચ તરીકે પાટણવાડીયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી, સમગ્ર પેનલનો વિજય થતાં સમર્થકોમાં ખુશીનો માહોલ

ADVERTISEMENT

Gram Panchayat Election Results : આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી પણ ચૂંટણી પરિણામને લઈ સમાચાર સામે આવ્યા છે. અઢી વર્ષના વહીવટદાર શાસનનો અંત થતાં અઢી વર્ષથી લટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થતા ની સાથે જ આજરોજ તેની મતગણતરી કરવામાં આવી રહી છે. વડોદરાના દશરથ ગામે આવેલી મહાપુર બેન પરાગભાઈ પટેલ હાઇસ્કુલ ખાતે સવારે 9:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. આ તરફ દિવાળીપુરા, દેના, સલાડ, રણોલી જેવા ગ્રામ્ય વિસ્તારના પરિણામો મત ગણતરી બાદ જાહેર કરવામાં આવ્યા છે.

વડોદરા તાલુકામાં આવેલું મુસ્તફૂર ગામડીના સરપંચ તરીકે પાટણવાડીયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી છે. અહીં સમગ્ર પેનલનો થયો ભવ્ય વિજય મળતા એમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સતત બીજી વખત ગ્રામજનોએ ચંદ્રકાંત પાટણવડીયામાં વિશ્વાસ બતાવ્યો છે. સ્થાનિકો મુજબ તેમની જીતનું મુખ્ય કારણ છે ડોર ટૂ ડોર તમામ યોજના લોકો સુધી પહોંચાડી, જેમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ કે કોઈ પ્રાથમિક સુવિધાઓ જેમાં તેઓ મોખરે રહ્યા છે.

મુસ્તફૂર ગામડીના સરપંચ ચંદ્રકાંત પાટણ વડીયાએ જણાવ્યું હતું કે, અઢી વર્ષના વહીવટી શાસનનો અંતના કારણે હવે ગ્રામનો વિકાસ વેગન્તો બનશે. નોંધનીય છે કે, બીજી વખત વડોદરા તાલુકાના મુસ્તુપુર ગામડીના સરપંચ તરીકે ચંદ્રકાંત પાટણવડીયા 447માંથી 248 મત સાથે ભવ્ય વિજેતા બન્યા છે.

આ પણ વાંચો : રાજકોટના વેજામાં પિતરાઈ ભાઈએ જ પિતરાઈ ભાઈને હરાવ્યો, તો હળવદના નવા વેગડવાવમાં ટાઇ પડી

ગુજરાતમાં 22 જૂન 2025 અને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જોકે હવે આજે આ ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. જેમાં કુલ 239 સ્થળો પર મત ગણતરી હાથ ધરાઇ છે. આ માટે મત ગણતરીના સ્થળો પર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 14231 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરીનું કાર્ય હાથ ધરાઇ છે.નોંધનીય છે કે, કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Gram Panchayat Election Results Gram Panchayat Elections

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ