બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / LRD ઉમેદવારો માટે ખુશખબર, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ઓજસ પોર્ટલ પરથી મળશે કોલલેટર

ગુજરાત / LRD ઉમેદવારો માટે ખુશખબર, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ઓજસ પોર્ટલ પરથી મળશે કોલલેટર

Published By: Nidhi Panchal

Last Updated: 04:50 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી લેખિત પરીક્ષાની રાહ જોઈ રહેલા LRD ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા હવે 14 જૂનના રોજ યોજાશે અને ઉમેદવારોને 6 જૂનથી કોલલેટર ઉપલબ્ધ થશે.

ગાંધીનગરથી LRD ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. લાંબા સમયથી LRDની લેખિત પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આગામી 14 જૂનના રોજ યોજાશે. શારીરિક પરિક્ષા પૂર્ણ થયા બાદ હવે લેખિત પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

lrd3.jpg

લાંબા સમયથી રાહ જોવાતી પરિક્ષા

રાજ્યભરના હજારો ઉમેદવારો લાંબા સમયથી લેખિત પરીક્ષાની તારીખ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને સોશિયલ મીડિયામાં ફેલાતી વિવિધ અફવાઓ વચ્ચે ઉમેદવારોમાં સતત ગૂંચવણ ઉભી થઈ રહી હતી. ત્યારે હવે ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પરીક્ષા માટેના કોલલેટર 6 જૂનથી ઓજસ

ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા માટેના કોલલેટર 6 જૂનથી ઓજસ (OJAS) પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર પોતાનું કોલલેટર ડાઉનલોડ કરી પરીક્ષા માટેની તમામ તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્ર, સમય અને જરૂરી માર્ગદર્શિકા પણ કોલલેટરમાં દર્શાવવામાં આવશે.

lrd2.jpg

કોઇ પણ ખોટી અફવાથી દૂર રહેવું

ભરતી બોર્ડે ઉમેદવારોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા અંગેની સત્તાવાર માહિતી માત્ર ભરતી બોર્ડ અને ઓજસ પોર્ટલ પરથી જ માન્ય ગણાશે. છેલ્લા કેટલાક સમયથી પરીક્ષા તારીખ અને ભરતી પ્રક્રિયાને લઈને અનેક પ્રકારની ભ્રામક માહિતી વાયરલ થતી હતી, જેના કારણે ઉમેદવારોમાં ચિંતા ફેલાઈ હતી.

આ પણ વાંચો : ચેતજો!અમદાવાદમાં ઈબોલા વાયરસનો પહેલો કેસ, દર્દીને અલગ કરાયો, સિવિલમાં વોર્ડ તૈયાર

LRD ભરતી રાજ્યની સૌથી મોટી ભરતી પ્રક્રિયાઓમાંની એક માનવામાં આવે છે. હજારો યુવાનો પોલીસ વિભાગમાં જોડાવા માટે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો લેખિત પરીક્ષામાં પોતાનું પ્રદર્શન કરવા આતુર બન્યા છે. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પરીક્ષા યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ઉમેદવારોને પરીક્ષા દરમિયાન તમામ નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પરીક્ષા સંબંધિત કોઈપણ નવી માહિતી માટે નિયમિત રીતે ઓજસ પોર્ટલ ચેક કરવા જણાવાયું છે. 14 જૂનની પરીક્ષાને લઈને રાજ્યભરના ઉમેદવારોમાં હવે ઉત્સાહ અને આતુરતા બંને જોવા મળી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Recruitment , OJAS Portal LRD Exam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ