બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat energy department many employees died coronavirus

મહામારી / 15 દિવસમાં આ વિભાગના 71 કર્મચારીઓના કોરોનાથી મોત, સમિતિએ રાજ્ય સરકારને કરી રજૂઆત

Hiren

Last Updated: 04:49 PM, 26 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે. ગાંધીનગરમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની સરકારને રજૂઆત કરી છે. આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

  • ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની સરકારને રજૂઆત
  • આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો
  • ઉર્જા વિભાગના 71 કર્મચારીઓ મોત

આરોગ્ય વિભાગની અસુવિધાથી કર્મચારીઓ જીવ ગુમાવી રહ્યાં છે, હોસ્પિટલમાં બેડની અછત છે, ઓક્સિજનની પણ અછત છે, તેમજ ઇન્જેક્શન અને વેન્ટિલેટરની અછતથી કર્મચારીઓ જીવ ગુમાવી રહ્યાં છે. આ પ્રમાણે જોઇએ તો 15 દિવસમાં ઉર્જા વિભાગના કોરોના સંક્રમિત 71 કર્મચારીઓ મોત થયા છે. જેમાં 2 હજાર 180 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જયારે હાલ 270 કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ગઇકાલે 14,296 નવા કેસ નોંધાયા, 157ના મોત

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 14,296 નવા કેસ નોંધાયા હતા. તો સંક્રમણના કારણે 157 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે જ 6,727 દર્દીઓ સાજા થતા કુલ 3,74,699 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 6328 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે. ત્યારે જાણો ગઇકાલે રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ