બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Education board recruitment suspended for one month due to code of conduct

ઇલેક્શન 2022 / ગુજરાતમાં આચાર સંહિતા લાગુ: હવે એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી ભૂલી જજો, વર્ગ-1ની 64 જગ્યાઓ રહેશે ખાલી

Dhruv

Last Updated: 08:25 AM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા રાજ્યમાં હવે એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી નહીં થાય.

  • ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચાર સંહિતા લાગુ
  • એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી સ્થગિત
  • વર્ગ-1ના 64 અધિકારીઓની જગ્યા મહિના સુધી ખાલી રહેશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા હવે રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જેના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની ભરતી હાલ નહીં થઇ શકે. ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાથી એક મહિના સુધી વર્ગ-1ના 64 અધિકારીઓની ભરતી નહીં કરવામાં આવે. આ સાથે વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન પણ આપવામાં નહીં આવે. જેના લીધે 64 જગ્યાઓ પર ચાર્જ ચલાવવામાં આવી રહ્યો છે.

મીડિયાના પ્રસારણમાં એક્ઝિટ પોલ પર પણ મનાઈ ફરમાવી દેવાઇ

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જેમાં એક શબ્દ ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે જે છે આચારસંહિતા. રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો તો ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ હટાવી દેવામાં આવ્યા છે અને બીજી બાજુ સઘન ચેકિંગ હાથ ધરી દારૂ, ડ્રગ્સ અને રોકડ કેસ પણ જપ્ત કરવામાં આવી રહી છે. મીડિયાના પ્રસારણમાં એક્ઝિટ પોલ પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નું મતદાન તા. 1 ડિસેમ્બર 2022ના રોજ (પ્રથમ તબક્કામાં) તથા તા. ૦5 ડિસેમ્બરે 2022 (બીજા તબક્કા)ના રોજ યોજાશે. તા. 03 નવેમ્બર 2022થી આદર્શ આચાર સંહિતા(Model Code of Conduct) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલીક કાર્યવાહી અને ચૂંટણી પંચની ચૂંટણીલક્ષી તૈયારી અંગે વિગતો મુખ્ય ચૂંટણી અધીકારી પી.ભારતીએ પત્રકાર પરિષદ યોજીને આપી હતી.

જાણો ચૂંટણી પંચની તૈયારી

  • રાજ્યમાં 114 ઓબ્ઝર્વર, 36 પોલીસ ઓબસર્વર, 69 ખર્ચ ઓબસર્વર કાર્યરત
  • રાજ્ય મા કુલ જપ્તી 71 કરોડની થઈ 
  • રાજ્યમાં 611 ફ્લાઈંગ સ્ક્વોડ અને 802  સ્ટેટિક ટીમ કાર્યરત
  • ખાનગી મિલકતો પરથી  44,233  પોસ્ટર્સ દૂર કરાયા
  • સરકારી ઇમારત પરથી 2.28 લાખ પોસ્ટર્સ દૂર કરાયા
  • સી વિજિલ મોબાઈ એપ્લિકેશન થી 583 ફરિયાદો 
  • 362 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો, 221 ફરિયાદો ડ્રોપ કરાઈ
  • ઓનલાઈન 1323 ફરિયાદ મળી તે પૈકી 1172 ફરિયાદોનો નિકાલ

નશાબંધી અધિનિયમ હેઠળ 10,150 કેસો કરાયા
ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અન્વયે રાજયમાં તા.03/11/2022 થી તા.11/11/2022 સુધી 10150 કેસો કરવામાં આવ્યા છે જેમાં 8346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં 8,38,૦6૦ રૂપિયાનો દેશી દારૂ 4,05,90,325 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 6,04,22,321 રૂપિયાની અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 10,18,50,706/- નો મુદ્દામાલ પકડવામાં આવ્યો તેમ પી. ભારતીય જણાવ્યું  છે.

94,121 અટકાયતી પગલાં
રાજ્યમાંCriminal Procedure Code, 1973હેઠળ 78,386 કેસો,Gujarat_Prohibition Act, 1949 હેઠળ 14,215 કેસો, Gujarat Police Act, 1951 હેઠળ 1050 કેસો તથા PASA Act, 1985 હેઠળ 470 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 94,121 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

ગેરકાયદેસર કેશ રૂપિયા બાબતે પાંચ કેસ કરાયા
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ 1638 Static Surveillance Teams તથા 586 Flying Squads કાર્યરત છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર કેશ રૂપિયા,ઘરેણા ને લગતા વલસાડ, અમદાવાદ શહેર, ભરૂચ જિલ્લા તથા સુરત શહેર ખાતે 05 કેસો નોંધવામાં આવેલ છે. જેમાં 48,83,૦૦૦/- રૂપિયાની કેશ તથા 37,73,565/- રૂપિયાની કિંમતના ઘરેણાં એમ કુલ મળીને 86,56,565/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી Income Tax Departmentને જાણ કરવામાં આવેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ