બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 28-2-2022

રાહત / BIG NEWS: ગુજરાત સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવ્યા, પરંતુ આ નિયમોનું કરવું પડશે પાલન

Vishnu

Last Updated: 07:00 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર હવે કોઈ મર્યાદા નહીં

  • ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન
  • કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવ્યા
  • જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાત

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે.જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.

રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૨૪.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી સમગ્ર રાજયમાં તા.૦૧.૦૩,૨૦૨૨ સુધી કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. બાદ ગૃહ વિભાગના તા.૨૪.૦૨,૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી અમલમાં મુકવામાં આવેલ તમામ નિયંત્રણો દૂર કરવામાં આવે છે.

આ નિયમોનું કરવું પડશે પાલન 

  • માસ્ક: જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત છે; કામના સ્થળોએ; અને પરિવહન દરમિયાન.
  • સામાજિક અંતર: વ્યક્તિઓએ જાહેર સ્થળોએ અને કામના સ્થળોએ પર્યાપ્ત અંતર જાળવવું
  • સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર પ્રવર્તમાન કાયદા મુજબ દંડની સાથે શિક્ષાને પાત્ર થશે.
  • સ્ક્રીનીંગ અને સ્વચ્છતા: હાથ ધોવા અથવા સેનિટાઈઝર માટે જોગવાઈઓ ચાલુ
  • વેન્ટિલેશન: બંધ સ્થળોએ, યોગ્ય વેન્ટિલેશનની ખાતરી કરવી

ઉપરની બાબતો તા.૩૧,૦૩,૨૦૨૨ સુધી અમલમાં રહેશે.સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકાર ક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે. .. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે. આ હુકમના ભંગ બદલ "THE EPIDEMIC DISEASES ACT 1897' અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020' ની જોગવાઇઓ, THE INDIAN PENAL CODE'ની કલમ 188 તથા *THE DISASTER MANAGEMENT ACT'ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

આજે ગુજરાતમાં ફક્ત 117 કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 117 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લીધે 02 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1820 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 22 દર્દીઓ વેન્ટિલેટર પર છે.ચાર જિલ્લામાં કોરોના કેસ સતત 6 દિવસથી શૂન્ય આવતા તે કોરોના મુક્ત થઈ ગયા છે. જેમાં જુનાગઢ, બોટાદ, પોરબંદર, નર્મદાનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona new Guide Line Night Curfew gujarat corona case કોરોના નવી ગાઈડલાઈન ગુજરાત કોરોના કેસ નવી SOP નાઈટ કર્ફ્યૂ માસ્ક લગ્ન સમારંભ Corona new Guide Line
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ