બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : કારસવાર શખ્સોનો યુવક પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયારથી તૂટી પડ્યા

મારામારી / VIDEO : કારસવાર શખ્સોનો યુવક પર જીવલેણ હુમલો, તીક્ષ્ણ હથિયારથી તૂટી પડ્યા

Priykant Shrimali

Last Updated: 11:54 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Palanpur Youth Attack Video : બનાસકાંઠામાં અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી, ચંડીસર પાસે યુવક પર જાહેરમાં તલવારથી હુમલો, જુઓ Viral Video

Palanpur Youth Attack Video : બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોની દાદાગીરી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. પાલનપુર નજીકના ચંડીસર વિસ્તારમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં કેટલાક શખ્સોએ ખુલ્લેઆમ એક યુવક પર તલવાર અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, VTV Digital આ વાયરલ વીડિયોનું કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હુમલાખોરો અને પછી...

પ્રાપ્ત માહિતી મુજબ, શખ્સો નંબર પ્લેટ વગરની કારમાં ચંડીસરના એક ખાનગી હોટલ સામે આવ્યા હતા. આ દરમિયાન ઇસમોએ ત્યાં ઊભેલા યુવકને નિશાન બનાવી તલવાર અને હથિયારોથી હુમલો કર્યો હતો. યુવક પોતાનો જીવ બચાવવા ભાગતો નજરે પડ્યો હતો.

આ પણ વાંચો : ભાજપ કાર્યાલયમાં મારામારીનો મામલો, કાર્યકર્તાઓ પર કરવામાં આવી કાર્યવાહી

હજુ સુધી નથી નોંધાઈ પોલીસ ફરિયાદ

માહિતી મુજબ ઘટનાને લઈને કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વાયરલ થયેલા વીડિયોમાં હુમલાખોરો સ્પષ્ટ રીતે હથિયારો સાથે નજરે પડે છે. અહીં એ ખાસ નોંધનીય છે કે, VTV Digital આ વાયરલ વીડિયોનું કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી. આ તરફ હવે સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha CCTV video Palanpur
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ