બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, લારીવાળાએ કહ્યું- લાકડું છે, કાપીને દેખાડતાં ફૂટ્યો ભાંડો

VIDEO / અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું, લારીવાળાએ કહ્યું- લાકડું છે, કાપીને દેખાડતાં ફૂટ્યો ભાંડો

Published By: Nidhi Panchal

Last Updated: 01:49 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણીપુરીના શોખીન છો તો સાવધાન! અમદાવાદમાં યુવતીની પકોડીમાંથી નીકળ્યું હાડકું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા અને હાઈજિનને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રાણીપ વિસ્તારમાં પાણીપુરી ખાવા ગયેલી એક યુવતીને એવો કડવો અનુભવ થયો કે તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. પાણીપુરીમાંથી પહેલા વાળ અને ત્યારબાદ હાડકું નીકળતા યુવતી અને તેની માતા બંને ચોંકી ગયા હતા. આ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને હવે સ્ટ્રીટ ફૂડ વેચતા વેપારીઓની સ્વચ્છતા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

panipuri

વીડિયોની પૂરી માહિતી

મળતી માહિતી મુજબ, 15 મેના રોજ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતી પોતાની માતા સાથે સાંજના સમયે બહાર નાસ્તો કરવા નીકળી હતી. બંનેએ ‘કૃષ્ણા પાણીપુરી’ નામની લારી પર પાણીપુરી ખાવાનું નક્કી કર્યું. શરૂઆતમાં યુવતીને પહેલી પકોડીમાં વાળ જોવા મળ્યો હતો, પરંતુ તેણે તેને સામાન્ય ભૂલ માનીને અવગણના કરી દીધી હતી. જોકે જ્યારે છેલ્લી પકોડી ખાતી વખતે તેમાં હાડકું નીકળ્યું ત્યારે યુવતી ચોંકી ગઈ અને સ્થળ પર હોબાળો મચી ગયો.

યુવતીએ તરત જ ઘટનાનો બનાવ્યો વીડિયો

યુવતીએ તરત જ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં યુવતી પાણીપુરીમાંથી નીકળેલા હાડકાને બતાવતી જોવા મળે છે. યુવતીના જણાવ્યા મુજબ જ્યારે તેણે લારીધારકને આ બાબતે પૂછ્યું ત્યારે શરૂઆતમાં તેણે આ વાત માનવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ જ્યારે યુવતીએ આસપાસ ઉભેલા લોકોને હાડકું બતાવ્યું ત્યારે લોકોએ પણ તેની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને લારીધારક સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વેપારીએ માંગી માફી

ઘટના વધતા અંતે વેપારીએ યુવતીની માફી માંગી હતી. જોકે યુવતીના જણાવ્યા અનુસાર લારીવાળાએ ખૂબ જ બેદરકારીભર્યો જવાબ આપતા કહ્યું હતું કે “હાડકું ઉડીને આવી ગયું હશે.” આ નિવેદનથી લોકોમાં વધુ ગુસ્સો ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને જોઈ લોકો સ્ટ્રીટ ફૂડમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

અગાઉ પણ આવી ઘટના બની

અમદાવાદમાં બહારના ખોરાકને લઈને આવી ઘટનાઓ નવી નથી. અગાઉ પણ લોકોના ભોજનમાંથી વાળ, જીવાતો અને મરેલા ઉંદર જેવી વસ્તુઓ મળ્યાના બનાવો સામે આવી ચૂક્યા છે. તેમ છતાં કેટલાક વેપારીઓ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોને અવગણી લોકોને બિનહાઈજિનિક ભોજન પીરસતા હોવાના આરોપો સતત સામે આવતા રહે છે. ખાસ કરીને રોડસાઈડ લારીઓ અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર સ્વચ્છતા જાળવવામાં ગંભીર બેદરકારી જોવા મળતી હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો : સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના પ્રિમદર્શન સ્વામીનો આપઘાત, 20 દિવસ પહેલા ખાધી હતી ઝેરી ગોળીઓ

AMC સામે સવાલો

આ ઘટના બાદ લોકો દ્વારા AMC સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે શહેરમાં ફૂડ સેફ્ટી અને હાઈજિન ચેકિંગ વધુ કડક બનાવવાની જરૂર છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર AMC પાસે આવી લારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને રોકી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Street Food Hygiene Ahmedabad Panipuri Case Ranip Food Incident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ