બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે એસિડ પીને જીવન ટૂંકાવ્યું,કારણ જાણીને ચોંકી જશો

આક્ષેપ / ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે એસિડ પીને જીવન ટૂંકાવ્યું,કારણ જાણીને ચોંકી જશો

Maulik Patel

Last Updated: 09:23 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કઠવાડા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ગૌ શાળામાં કામ કરતા જૂનાગઢના યુવાન જતીન દલસાણિયા દ્વારા આપઘાતનો પ્રયાસ અને ત્યારબાદ થયેલા મોતને લઈને હવે મામલો ગરમાયો છે. જતીનના પરિવારજનોએ આ મામલે પોલીસ તપાસ પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને મંદિર સાથે સંકળાયેલી બે મહિલાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

27 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરની ગૌ શાળામાં કામ કરતા જૂનાગઢના યુવાન જતીન દલસાણિયા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેનું મૃત્યું થયું હતું. જતીનના પરિવારજનોએ આ મામલે પોલીસ તપાસ પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને મંદિર સાથે સંકળાયેલી બે મહિલાઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ISKON-1

જતીને 27 ફેબ્રુઆરી 2025ના રોજ થઈ હતી એસિડ ગટગટાવ્યું હતું.તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને ડિસ્ચાર્જ પણ કારીયાઓ હતો. ત્યારબાદ 19 માર્ચના રોજ જતીનની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું.

Jain-Derasar-Sucide

જતીનનામૃત્યું બાદ પરિવારજનોને તેના મોબાઈલના ડીલીટ બોક્સમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં ઇસ્કોન મંદિરની બે મહિલાઓ રેખા પ્રજાપતિ અને લતા ગોહેલ દ્વારા ત્રાસ અપાતા તેનાથી કંટાળીને જીવ ટૂંકાવ્યાનું લેખિત ઉલ્લેખ હતો. પરિવારનો આક્ષેપ છે કે ઓરીજનલ સુસાઇડ નોટ કોઈએ છુપાવી દીધી છે, જેથી તેઓ પોલીસની તપાસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. પરિવારના આક્ષેપોના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. નિકોલ પોલીસના જણાવ્યા અનુસાર, જતીન જ્યારે પ્રથમ વખત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો ત્યારે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ નિવેદનમાં જતીને આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.

Vtv App Promotion

જતીનના અચાનક મૃત્યું બાદ કરાવવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું છે. તેને લઈને પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં મહિલાઓના નિવેદનો અને મંદિર ટ્રસ્ટના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. આરોપિત મહિલાઓ તરફથી હાલ કોઈ નિવેદન જાહેર કરાયું નથી.

વધુમાં વાંચો: આજે સ્વતંત્રતા દિવસના અવસર પર વીર જવાનોનું થશે સન્માન, શૌર્યચક્ર-વીરચક્ર કરાશે એનાયત

જતીન છેલ્લા છ મહિનાથી ઇસ્કોન મંદિરમાં સેવા આપતો હતો અને પરિવારજનોના મતે તેને કામને લઈને સતત દબાણનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિવારની ન્યાયની માંગ સાથે નિકોલ પોલીસે વધુ ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને તમામ દિશાઓમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nikol Police Investigation ISKCON Temple Suicide Jatin Dalsaniya Death
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ