બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / Greater noida university Student hugged a girl and then shot her dead, then killed himself

ગ્રેટર નોઈડા / પહેલા ગળે મળ્યો અને પછી સાથી વિદ્યાર્થિનીને ગોળી મારી દીધી.! યુનિવર્સિટીમાં ખેલાયો ખૂની ખેલ, બાદમાં ખુદને માથામાં ગોળી ધરબી

Vaidehi

Last Updated: 05:57 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડામાં છોકરાએ પહેલાં હોલમાં છોકરીને ભેટ્યું અને પછી પિસ્તોલ કાઢીને તેને ગોળી મારી દીધી. બોયઝ હોસ્ટેલમાં ભાગી જઈને પોતાનાં પણ માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

  • ગ્રેટર નોઈડામાં મર્ડર અને સ્યુસાઈડનો કેસ
  • વિદ્યાર્થીએ મિત્ર છોકરીને મારી દીધી ગોળી
  • પછી પોતાનાં માથામાં ગોળી મારી કરી આત્મહત્યા

દેશની રાજધાની દિલ્હીનાં ગ્રેટર નોઈડામાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે. નોઈડાની નાદર યૂનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને પહેલા ભેટ્યું અને પછી ગોળી મારીને હત્યા કરી છે. નવાઈની વાત તો એ છે કે છોકરાએ મર્ડર કર્યાં બાદ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે પ્રેમ પ્રસંગ હોવાને લીધે આ ઘટના બની હશે.

મર્ડર કર્યા બાદ કરી આત્મહત્યા
નાદર વિશ્વવિદ્યાલયમાં સોશિયોલોજીનાં થર્ડ ઈયરમાં આ બંને વિદ્યાર્થીઓ ભણતાં હતાં. બંનેની વચ્ચે કંઈક વિવાદ થયો જેને લીધે ગુરુવારે વિદ્યાર્થીએ યૂનિવર્સિટીનાં ડાયનિંગ હોલમાં વિદ્યાર્થી પર ગોળીબાર કર્યો હતો. મર્ડર કર્યાં બાદ છોકરો બોયઝ હોસ્ટેલમાં ભાગી ગયો અને એ જ બંદૂકથી પોતાના માથામાં પણ ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી. પોલીસ આ સમગ્ર ઘટનાક્રમ વિશે તપાસ કરી રહી છે.

પહેલા ભેટ્યું પછી ગોળી મારી
જાણકારી અનુસાર આ હત્યાકાંડમાં ગુનેગારનું નામ અનુજ હતું અને તે યૂનિવર્સિટીનાં એ જ વિભાગમાં ભણતો હતો જેમાં તે વિદ્યાર્થીની ભણતી હતી. અનુજ અને તે વિદ્યાર્થીની સારાં મિત્ર હતાં પરંતુ છેલ્લાં થોડાં સમયથી બંનેની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જેનો અંત બંનેનાં મૃત્યુથી થયો.

પહેલા કરી વાતચીત પછી કર્યો ગોળીબાર
અનુજ પહેલા તો યૂનિવર્સિટીનાં ડાયનિંગ હોલમાં છોકરીને મળ્યો. પછી બંને થોડા સમય સુધી વાતચીત કરી અને પછી અનુજે છોકરીને ભેટ્યું. છેલ્લે પિસ્તોલ નિકાળીને અને છોકરીને મારી નાખી. મર્ડર કર્યાં બાદ અનુજ ભાગીને બોયઝ હોસ્ટેલનાં રૂમ નંબર 328માં પહોંચ્યો અને એ જ પિસ્તોલનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ