ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gpf new rules tax 1st april 2022 provident fund

નિર્ણય / નોકરીયાતો માટે GPFને લઇને મોટા સમાચારઃ PF ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડશે, ગુજરાત નાણા વિભાગે જાહેર કર્યો પરિપત્ર

Published By: Hiren

Last Updated: 05:44 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરીયાત લોકો માટે મહત્વના સમાચાર છે. નાણાં વિભાગ દ્વારા General Provident Fund(GPF) કપાત અંગે પરિપત્ર જાહેર કરાયો છે.

ADVERTISEMENT

  • 5 લાખથી વધારે GPF કપાત પર ટેક્સ લાગુ થશે
  • નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરાયો
  • કેન્દ્રના રેવન્યૂ વિભાગ દ્વારા ટેક્સ લાગુ કરાશે

હવે PF ખાતામાં વધુ પૈસા ઉમેરવા મોંઘા પડી શકે છે. ખાતામાં વધારાની રકમ કાપવા પર આવકવેરા વિભાગ ટેક્સ વસૂલશે. 5 લાખથી વધારે GPF કપાત પર ટેક્સ લાગુ પડશે. નાણાં વિભાગ દ્વારા GPF કપાત અંગે પરિપત્ર કરાયો છે.  ન્યૂ ઈન્કમટેક્સ રૂલના 2021ના સુધારા અંગે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા GPF કપાત પર ટેક્સ લાગુ કરાશે.

નાણાં વિભાગનો પરિપત્ર

નવા આદેશ અનુસાર 5 લાખ રૂપિયાથી વધુનું GPF કાપનારા સરકારી કર્મચારીઓના વ્યાજ પર ટેક્સ લાગશે. સરકારે આવકવેરાના નિયમો, 2021 લાગુ કર્યા છે. GPFમાં મહત્તમ કરમુક્ત યોગદાન મર્યાદા 5 લાખ સુધી લાગુ કરવામાં આવી છે. જો કર્મચારીએ આના પર કપાત કરી હોય, તો વ્યાજની આવકને આવક તરીકે ગણવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ખાનગી નોકરીદાતાઓના પીએફ ખાતામાં રૂ. 2.5 લાખ સુધીના કરમુક્ત યોગદાન પર મર્યાદા લાદી હતી. ત્યાર બાદ જનરલ પ્રોવિડન્ટ ફંડમાં સરકારી કર્મચારીઓ પર ટેક્સ ફ્રી લિમિટ લાદવામાં આવી હતી. આ મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા છે. આ કપાત 1લી એપ્રિલ 2022થી શરૂ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

GPF gujarat ગુજરાત પીએફ GPF

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ