બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Govt to sell remaining stake in Delhi, Mumbai, Bangalore, Hyderabad airports

આકરી નાણાભીડ / વધુ 13 એરપોર્ટને ખાનગી હાથમાં સોંપી દેવાની તૈયારી, આ 4 એરપોર્ટની સંપૂર્ણ હિસ્સેદારી વેચી દેશે સરકાર

Hiralal

Last Updated: 03:38 PM, 14 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે દેશના વધુ 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો તથા દિલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટની બાકી બચેલી હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.

  • 2.5 લાખ કરોડની મૂડી હાથવગી કરવા સરકાર ખાનગીકરણને માર્ગે
  • દિલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટની હિસ્સેદારી વેચાશે 
  • ટૂંક સમયમાં કેબિનેટમાં પ્રસ્તાવ લવાશે

સરકારે ખાનગીકરણ માટે વધુ 13 એરપોર્ટની પસંદગી કરી

ગત મહિને થયેલી સચિવોની કમિટીની બેઠકને ટાંકીને  ટોચના સૂત્રોએ જણાવ્યું કે પહેલેથી જ ખાનગી હાથોમાં સોંપી દેવાયેલા આ ચાર એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની બાકી બચેલી હિસ્સેદારી વેચી દેવામાં આવશે. સરકારે ખાનગીકરણ માટે વધુ 13 એરપોર્ટની પસંદગી કરી છે. 2.5 લાખ કરોડની મૂડી ભેગી કરવા માટે સરકારે એરપોર્ટના ખાનગીકરણનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

ટૂંક સમયમાં કેબિનેટમાં પ્રસ્તાવ લવાશે 

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દિલ્હી,મુંબઈ,બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટીની હિસ્સેદારી વેચવા કેબિનેટની મંજૂરી લેશે. ટૂંક સમયમાં કેબિનેટમાં આ મુજબનો પ્રસ્તાવ લાવવાની પણ વાત ચાલી રહી છે. આ ચાર એરપોર્ટનું સંચાલન ખાનગી સેક્ટરની સાથે જોઈન્ટ વેન્ચરમાં કરાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર જે 13 એરપોર્ટને ખાનગીકરણ માટે પસંદ કરાયા છે તેમાંથી નફાકારક અને બિન નફાકારકવાળા એરપોર્ટને સામેલ કરવામાં આવશે. ખાનગીકરણ દરમિયાન શ્રેષ્ઠ પેકેજ આકર્ષિત કરવાનો ઉદ્દેશ છે. આપને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે ગત વર્ષે લખનઉ, અમદાવાદ,જયપુર, મેંગ્લુરુ,તિરુવનંતુપુરમ અને ગુહવાટી એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું. 

100 એરપોર્ટનું સંચાલન  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાના હાથમાં

સમગ્ર દેશભરમાં 100 કરતા પણ વધારે એરપોર્ટનું સંચાલન નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાના હાથમાં છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા  હિસ્સેદારી અદાણી ગ્રુપની માલિકી છે જ્યારે બાકીની 26 ટકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે. આવી રીતે દિલ્હી ઈન્ટરનેશનલ એપોર્ટમાં 54 ટકા હિસ્સેદારી જીએમઆર ગ્રુપની અને 26 ટકા હિસ્સેદારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ