Govt Amended Mv Act for Violation of Car If you Tempering With the Parts Of the Vehicle, Then a Fine has to be Paid
ચેતો /
જો ગાડીના સ્પેરપાર્ટ્સની સાથે કરશો છેડછાડ તો થશે દંડ અને જેલ, આવી રહ્યો છે નવો કાયદો
Team VTV09:34 AM, 07 Nov 19
| Updated: 09:34 AM, 07 Nov 19
જો તમે ગાડીના અમુક પાર્ટ્સ જોડે ચેડા કર્યા તો તમારા ખિસ્સા ખાલી થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નવા મોટર વ્હિકલ એક્ટમાં નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. જેના હેઠળ ગાડીના અમુક પાર્ટ્સ જોડે ચેડા કરવા ગ્રાહકોને મોંઘા પડી શકે છે.
CNG કીટ સાથે ચેડા પડશે ભારી
ઝડપથી ગાડી ચલાવશો તો પણ દંડ થશે
ગાડીના અમુક પાર્ટ્સ જોડે ચેડા પડશે ભારે
જાણો થશે કેટલા રૂપિયાનો દંડ અને સજા
5000 રૂપિયાનો દંડ અને 6 મહિનાની જેલ
સરકારે રસ્તાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગાડીના અમુક પાર્ટ્સ જેવા કે, સ્પીડ ગવર્નર, GPS કે CNG જોડે કરવામાં આવતા ફેરફારો રોકવા માટે નવા મોટર વ્હિકલ એક્ટમાં એક નવી ધારા 182 જોડી છે. જેના હેઠળ આ પાર્ટ્સ જોડે ચેડા કરવા પર કંપની અને ગ્રાહકો બંને પર 5 હજાર રૂપિયાવો દંડ અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે.
ફાઈલ ફોટો
CNG કીટ સાથે ચેડા પડશે ભારી
તો GPS માપદંડો અનુસાર ન હોવા પર કંપની અને ગ્રાહકો બંને પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. તો અમુક લોકો ગાડીમાં CNG કીટ લગાવ્યા પછી અમુક પાર્ટ્સ જેમકે, ફિલિંગ વૉલમાં ફેરફાર કરાવે છે. સરકારની નવી ધારા 182ને લઈને ડિસેમ્બરમાં તેની જાહેરાત થઈ શકે છે. ધારા 180માં પ્રાઈવેટ અને કર્મશ્યિલ બંને પ્રકારના વાહનો પર ગાજ પડી શકે છે. તો અધિસૂચના જાહેર થયા પછી આ કાયદાનું રૂપ લઈ લેશે અને તેનું ઉલ્લંઘન થવા પર દંડ અને સજા બંનેની જોગવાઈ છે.
ઝડપથી ગાડી ચલાવશો તો પણ દંડ
ધારા 182 હેઠળ કર્મશ્યિલ વાહનો જેમકે, ટ્રક, બસ, ટેંકરની સ્પીડ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાક અને શહેરમાં આ સ્પીડ 40 થી 60 કિમી પ્રતિ કલાકથી વધારે હોવી જોઈએ નહિ. તો તેમાં લાગેલા સ્પીડ ગવર્નરમાં ફેરફાર કે ફુલ સ્પીડમાં ગાડી ચલાવવા પર 5 હજાર રૂપિયાનો દંડ અને 6 મહિના જેલની સજાની જોગવાઈ છે.