બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Government's GST collection has reached record levels. 11.5 percent increase in GST collection year-on-year in March of FY 2023-24

GST / સરકારી તિજોરીઓ રૂપિયાથી ઉભરાઇ, માર્ચમાં GST કલેક્શનનો બમ્પર આંકડો, બીજો આવો રેકોર્ડ

Published By: Vishal Dave

Last Updated: 05:53 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નવું નાણાકીય વર્ષ પણ શરૂ થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે સરકાર માટે સારા સમાચાર આવ્યા, સરકારની તિજોરીમાં બમ્પર વધારો થયો છે. સરકારનું GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 11.5 ટકાનો વધારો થયો છે. માર્ચ 2024માં જીએસટી કલેક્શન વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે.

 

બમ્પર GST કલેક્શન
નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ઘરેલુ વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં GST કલેક્શન વધ્યું છે. આ અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક GST કલેક્શન છે. અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન એપ્રિલ, 2023માં રૂ. 1.87 લાખ કરોડ નોંધાયું હતું. માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થયું, જે નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.

આ પણ વાંચોઃ હવેથી ડિજિટલ ફોર્મેટમાં જ મળશે વીમા, ઇન્શ્યોરન્સ પોલિસીના નિયમોમાં આજથી ફેરફાર, જાણો વિગત

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ 2024 માટે GSTની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે રૂ. 1.78 લાખ કરોડનું બીજું સૌથી વધુ કલેક્શન જોવા મળ્યું હતું. સ્થાનિક વ્યવહારોમાં  17.6 ટકાનો વધારો થવાને કારણે આ કલેક્શન વધ્યું છે.   માર્ચ મહિનામાં રિફંડ બાદ GSTની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Annual Collection Financial Year GST Government Revenue increase  refund GST

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ