બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:25 PM, 1 April 2024
એક એપ્રિલ એટલે આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ચુકી છે. તેની શરૂઆતની સાથે જ ઘણા નિયમ બદલાઈ રહ્યા છે. તેમાંથી એક છે પેપરલેસ ઈન્શ્યોરન્સ. એક એપ્રિલ 2024થી વીમા કંપનીઓ હવે ફક્ત ડિજિટલ ફોર્મેટમાં જ ઈન્શ્યોરન્સ જાહેર કરશે.
ADVERTISEMENT
ઈન્શ્યોરન્ટ રેગ્યુલેટરી બોર્ડી IREDAના દિશા-નિર્દેશો બાદ આ ફેરફાર થયો છે. જો કમે એક એપ્રિલ બાદ કોઈ પણ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદો છો તો કંપની તમને તે પોલિસી સાથે સંબંધિત ડોક્યુમેન્ટ ફક્ત ડિજિટલ ફોર્મેટમાં જ ઉપલબ્ધ કરાવશે.
ADVERTISEMENT
ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ
દેશમાં આ ઓપ્શનની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. હાલના સમયમાં ચાર ઈન્શ્યોરન્સ રિપોજિટલી CAMS, NSDL, NDML અને CIRI ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. ઈ- ઈન્શ્યોરન્સ એકાઉન્ટ હેઠળ ખરીદવામાં આવેલી ઈન્શ્યોરન્સ પોલિસીને ડિજિટલ ફોર્મમાં જાહેર કરવામાં આવે છે. ભારતમાં ઘણી પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓ પહેલાથી પોતાના પોલિસી હોલ્ડર્સને આ સુવિધા આપી રહી છે.
ઈરડાના દિશા-નિર્દેશ
ઈરડાએ દિશા-નિર્દેશોમાં કહ્યું છે કે પ્રસ્તાવ ભલે ઈલેક્ટ્રોનિક ફોક્મમાં મળ્યો હોય કે કોઈ અન્ય ફોર્મમાં આ ઈન્શ્યોરન્સ કંપનીને ફક્ત ઈલેક્ટ્રોનિક ફોર્મમાં જ ઈન્શ્યોરન્સ પોલિસી જાહેર કરવાની રહેશે. જોકો પોલિસી હોલ્ડરને આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમનું ફક્ત એક જ ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટ હશે.
પહેલા પોલિસી હોલ્ડર્સની પાસે આ ઓપ્શન હતો કે તે પોલિસી ડિજિટલ કે અન્ય ફોર્મમાં ખરીદી શકે. પરંતુ હવે એક એપ્રિલથી ઈન્શ્યોરન્સ કંપનીઓ ફક્ત ડિજિટલ ફોર્મેટમાં જ ઈન્શ્ટોરન્સ જાહેર કરશે.
વધુ વાંચો: આજથી બદલાઇ ગયો NPS લૉગ ઇનનો નિયમ, જો-જો આવી ભૂલ કરતા નહીંતર એકાઉન્ટ લૉક
ઈ-ઈન્શ્યોરન્સ એકાઉન્ટનો ફાયદો
તમે એક જ ખાતામાં પોતાના લાઈફ ઈન્શ્યોરન્સ, હેલ્થ ઈન્શ્યોરન્સ અને મોટર ઈન્શ્યોરન્સ પોલિસી સાથે સંબંધિત ડોક્યુમેન્ટ મુકી શકો છો. ઈન્શ્યોરન્સ એકાઉન્ટનો ઉપયોગ કરીને તમે નવી ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી શકો છો અને પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.
તેના ઉપરાંત સર્વિસ રિક્વેસ્ટ કરી શકો છો અને ક્લેમ પણ ફાઈલ કરી શકો છો. જો કોઈ ઈન્શ્યોરન્સ પોલિસીમાં તમને પોતાનો બેંક એકાઉન્ટ નંબર, એડ્રેસ કે મોબાઈલ નંબર અપડેટ કરાવવો છે તો તમે ઈન્શ્યોરન્સ એકાઉન્ટ દ્વારા કરી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.