બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:27 PM, 1 April 2024
એક એપ્રિલ એટલે કે આજથી નેશનલ પેન્શન સિસ્ટમ વધારે સુરક્ષિત થઈ ગયું છે. PFRDAએ એક નવી સિક્યોરિટી લેયર ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન લગાવીને NPSની સિક્યોરિટીને પહેલા કરતા વધારે મજબૂત કરી દીધી છે.
ADVERTISEMENT
હવે NPS એકાઉન્ટમાં લોગ ઈન કરનાર બધા પાસવર્ડ-આધારિત યુઝર્સ માટે આ જરૂરી રહેશે. સીઆરએ સિસ્ટમ એક એપ્રિલ 2024એ શરૂ થઈ ગઈ છે. PFRDએ 15 માર્ચ, 2024એ જાહેર એક સર્કુલર દ્વારા તેની જાહેરાત કરી હતી. PFRD NPSને નિયંત્રિત કરે છે.
ADVERTISEMENT
આધાર-બેસ્ડ લોગ-ઈન ઓથેન્ટિકેશન
સર્કુલર અનુસાર NPS કેન્દ્રીય રેકોર્ડ-કીપિંગ એજન્સી કે CRA સિસ્ટમને ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન દ્વારા સરળ બનાવવાને લઈને આધાર-આધારિત લોગ-ઈન ઓથેન્ટિકેશનને હાલના યુઝર આઈડી અને પાસવર્ડ-બેસ્ડ લોગિન પ્રોસેસની સાથે મર્જ કરવામાં આવશે.
PFRDના સર્કુલર અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારો હેઠળ નોડલ ઓફિસ પહેલા એનપીએસ લેવડ દેવડ માટે કેન્દ્રીય રેકોર્ડકીપિંગ એજન્સી સુધી પહોંચવા માટે પાસવર્ડ-આધારિત લોગિનનો ઉપયોગ કરતા હતા.
આધાર-આધારિત લોગઈન ઓથેન્ટિકેશનનું એકીકરણ ઓવરઓલ ઓથેન્ટિકેશન અને લોગિન પ્રોસેસને મજબૂત કરવા માટે એક એક્ટિવ પગલું છે. તેનાથી સરકારી ઓફિસ દ્વારા આપવામાં આવેલી બધી એનપીએસ ગતિવિધિઓ માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
વધુ વાંચો: 1 એપ્રિલથી LPG સિલિન્ડર થશે સસ્તો! સામન્ય લોકોને મળશે મોંઘવારીથી રાહત
ખોટા પાસવર્ડ પર લોક થઈ જશે એકાઉન્ટ
પીએફઆરડીએ અનુસાર આધાર બેસ્ડ લોગ-ઈન વેરિફિકેશનને એનપીએસ સદસ્યના યુઝર આઈડીથી જોડવામાં આવશે. તેના બાદ આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નોંધાવ્યા બાદ એનપીએસ ખાતામાં લોગ ઈન કરી શકાશે. જણાવી દઈએ કે લોગ-ઈન પ્રક્રિયા વખતે પાંચ વખત ખોટો પાસવર્ડ નાંખવા પર ખાતુ લોક થઈ જશે. ફરી શરૂ કરવા માટે ફરીથી નવો પાસવર્ડ બનાવવો પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.