બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / LPG cylinders will be cheaper from April 1! Common people will get relief from inflation
Megha
Last Updated: 11:34 AM, 31 March 2024
લોકસભા ચૂંટણી પહેલા સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને આપવામાં આવતી એલપીજી સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને તેઓ 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવી રહ્યું છે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે.
ADVERTISEMENT
આવતીકાલે એટલે કે 1લી એપ્રિલ નવા નાણાકીય વર્ષની શરૂઆત છે. નાણાકીય વર્ષના પહેલા દિવસે જ ઘણા ફેરફારો થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જ એક ફેરફાર LPG સિલિન્ડરની કિંમત સાથે સંબંધિત છે.
ADVERTISEMENT
હવે એ વાત તો જાણીતી જ છે કે સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે અને આ વખતે એપ્રિલ મહિના માટે એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર દર વર્ષે 12 રિફિલ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી હતી. 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી વર્તમાન નાણાકીય વર્ષ માટે હતી, જે 31 માર્ચે સમાપ્ત થાય છે. જો કે હવે આ સબસિડીને 2024-25 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી લગભગ 10 કરોડ પરિવારોને ફાયદો થવાની સંભાવના છે.
ઓગસ્ટના અંતમાં સરકારે એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 200નો ઘટાડો કર્યો હતો. આ પછી એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 903 રૂપિયા થઈ ગઈ. ઉજ્જવલા લાભાર્થીઓ માટે 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી પર વિચાર કર્યા બાદ તેની કિંમત 603 રૂપિયા થઈ ગઈ. સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
વધુ વાંચો: ઘરે બેઠા સરળતાથી બદલો VOTER ID Cardમાં સરનામું, જાણો સંપૂર્ણ પ્રોસેસ
જાણીતું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સૌપ્રથમ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને લાભ આપવામાં આવ્યો હતો. આવી મહિલાઓ જે બીપીએલ કાર્ડ ધારક પરિવારમાંથી આવે છે. અથવા ગરીબી રેખા નીચે જીવે છે. તે મહિલાઓ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો લાભ કરોડો પરિવારોને મળી રહ્યો છે. જેના કારણે હવે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીમાં ફરી વધારો કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.