બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / Government treasury for the development of Gujarat 'Khul ja seam seam', find out how many crores have been allocated

મહાનગર / ગુજરાતના વિકાસ માટે સરકારી ખજાનો 'ખુલ જા સીમ સીમ', જાણો, કેટલા કરોડની થઇ ફાળવણી

Mehul

Last Updated: 07:14 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન સહિતના કામ માટે 110 કરોડની ફાળવણી

  • રાજ્યના ચાર મહાનગરોને વિકાસની મોટી ભેટ 
  • કુલ મળીને  253  કરોડ રૂપિયાના કામોને મંજૂરી
  • પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે ફાળવાઈ રકમ 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે  ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને  253  કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવવા ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક  મંજૂરી આપી છે.

સુરતને સ્વર્ણિમ ભેટ  

મુખ્યમંત્રીએ  મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના 70 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને 1129 કામો માટે 63.53 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે
 
 જામનગરને  9.16 કરોડ

 આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9 રસ્તાના કામો માટે 9.16 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. 250 કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.   
    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ