ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Government launch five star village yojana

તમારા કામનું / સરકારે ગામડાંઓ માટે લૉન્ચ કરી 5-સ્ટાર યોજના, ગ્રામીણોને બચતમાં થશે મોટો ફાયદો

Last Updated: 06:06 PM, 12 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઑફિસે ગામો માટે ફાઇવ સ્ટાર ગામ નામથી એક યોજના શરૂ કરી છે, આ યોજના હેઠળ ગામો સુધી પોસ્ટ ઓફિસ સેવાઓનુ માર્કેટિંગ અને પ્રચાર કરવામાં આવશે. શાખા કાર્યાલય ગામના લોકોની દરેક જરૂરિયાતોને પૂરી કરવા માટે વન સ્ટોપ શોપના રૂપમાં કામ કરશે.

ADVERTISEMENT

  • ભારતમાં શરૂ થશે ગ્રામીણ યોજના
  • યોજનાનુ નામ છે ફાઇવસ્ટાર ગામ યોજના
  • પહેલા મહારાષ્ટ્રમાં શરૂ થશે આ યોજના

આ યોજનાની શરૂઆત કરતી વખતે કેન્દ્રીય મંત્રી સંજય ઘોત્રેએ કહ્યું કે આ યોજના મહારાષ્ટ્રમાં પ્રારંભિક આધાર પર શરૂ કરવામાં આવશે. અહીંના અનુભવના આધારે આ યોજનાને બીજા રાજ્યોમાં પણ શરૂ કરવામાં આવશે. 

પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કનો ફાયદો ઉઠાવતા લોકો માટે આ સારી યોજના સાબિત થશે. આવો જાણીએ કે આ યોજના કેવી રીતે કામ કરશે, અને કેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે. 

ફાઇવ સ્ટાર ગામ હેઠળ આ યોજનાઓ

  • સેવિંગ ખાતા, રિકરિંગ ડિપોઝીટ ખાતા, કેવીપી કે એનએસસી પ્રમાણ પત્ર
  • સુકન્યા સમૃદ્ધિ કે પીપીએફ ખાતા
  • ફાઇનેસિંગ પોસ્ટઓફિસ બચત ખાતા
  • પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી કે ગ્રામીણ વિમા પોલિસી
  • પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના ખાતા

ફાઇવ સ્ટાર ગામ યોજના અમલીકરણ દળ

આ યોજનાને પાંચ ગામની પોસ્ટઓફિસની ટીમ દ્વારા અમલીકરણ કરવામાં આવશે, જેમાં લોકોને બચત અને વિમા યોજનાના માર્કેટિંગ માટે એક ગામ સોંપવામાં આવશે. આ ટીમનુ નેતૃત્વ સંબંધિત શાખા કાર્યાલય કે શાખા પોસ્ટ માસ્ટર કરશે. 

ફાઇવસ્ટાર ગામ યોજના અભિયાન
ગ્રામીણ પોસ્ટ સેવકોની ટીમ ગ્રામિણોને કવર કરતા આ યોજનાને ઘરે ઘરે જઇને જાગરુકતા અભિયાન ચલાવશે. શાખા કાર્યાલયના નોટિસ બોર્ડ પર સૂચના પ્રદર્શિત કરીને વ્યાપક પ્રચાર કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

ગ્રામીણ પોસ્ટ ઑફિસ ફાઇવ સ્ટાર યોજના યોજનાઓ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ