બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Google Doodle celebrates 155th birth anniversary of women’s rights activist Kamini Roy

જન્મજયંતિ / ગૂગલે ડૂડલ બનાવીને કરી આ વ્યક્તિને યાદ, જાણો કોણ છે આ મહિલા

Bhushita

Last Updated: 09:30 AM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે આજે પોતાનું ડૂડલ બંગાળી કવિયિત્રી, કાર્યકર્તા અને શિક્ષણવિદ કામિની રોયને સમર્પિત કર્યું છે. 12 ઓક્ટોબર 1864ના તત્કાલીન બંગાળના બાકેરગંજ જિલ્લામાં જન્મેલી કામિની રોયની આજે 155મી જન્મજયંતિ છે.

  • ગૂગલે બનાવ્યું કામિની રોયનું ડૂડલ
  • કામિની રોયની આજે 155મી જન્મજયંતિ છે
  • બ્રિટિશ ઈન્ડિયામાં સ્નાતક કરનારી ભારતની પહેલી મહિલા

મળો કામિની રોયને...

કામિની રોય ભારતની પહેલી મહિલા છે, જેઓએ બ્રિટિશ ઈન્ડિયામાં સ્નાતક કર્યું હતું. તે પોતાના જીવનમાં મહિલા અધિકારોને પ્રતિ સમર્પિત રહ્યા હતા. કુલીન પરિવારમાં જન્મેલી રોયના ભાઈ કોલકત્તાના મેયર રહ્યા હતા અને તેમની બહેન નેપાળના શાહી પરિવારની ફિઝિશ્યિન હતી.

કામિની રોયનો ફાઈલ ફોટો

મહિલાઓના અધિકાર અને અભ્યાસના હિમાયતી

તે સમયે, ભારતીય ખંડમાં, સમાજમાં મહિલાઓ વિશે ગેરસમજ હતી. તે દરમિયાન કામિની રોયે મહિલાઓના અધિકાર અને તેમના અભ્યાસની હિમાયત કરી હતી. કામિની રોયને નાનપણમાં ગણિતમાં રસ હતો, પરંતુ સંસ્કૃતમાં આગળ અભ્યાસ કર્યો. તેણે 1886માં કોલકાતાના બેથુન કોલેજમાંથી બી.એ. ઓનર્સ કર્યા અને પછી ત્યાં ભણાવવાનું શરૂ કર્યું.

અબલા બોઝે પણ આપ્યો તેમનો સાથ

કોલેજમાં તેઓ એક અન્ય વિદ્યાર્થી અબલા બોઝને મળ્યા. અબલાને મહિલા શિક્ષણ અને વિધવાઓ માટે કામ કરવામાં રસ હતો. તેમનાથી પ્રભાવિત થઈને કામિની રોયે પણ પોતાનું જીવન મહિલા અધિકાર માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

155 birth anniversary Google Doodle Kamini Roy કામિની રોય ગૂગલ ડૂડલ જન્મજયંતિ Birth Anniversary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ