ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Good news for women cricketers: Hundred tournament will get as much money as men

સ્પોર્ટ્સ / મહિલા ક્રિકેટર માટે ખુશખબરઃ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં પુરુષ જેટલાં જ નાણાં મળશે

Published By: Intern

Last Updated: 04:19 PM, 20 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં પુરુષ અને મહિલા વચ્ચે બરોબરી માટે ઘણું બધું કહેવામાં આવે છે. આધુનિક સમાજમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પુરુષો અને મહિલાઓને સમાન કાર્ય, સમાન વેતનના સ્તર પર લાવવામાં આવે. ક્રિકેટમાં પણ પુરુષ અને મહિલા ખેલાડીઓને મળતાં નાણાંમાં ઘણું મોટું અંતર છે, પરંતુ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં આવું નહીં બને.

ADVERTISEMENT

  • ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષ વર્ગમાં પુરસ્કારની રકમ બરોબર રહેશે
  • બંને વર્ગને સમાન મહત્ત્વ આપવા લેવાયો આ નિર્ણય 
  • આ ટૂર્નામેન્ટમાં બંને ટીમની ઇનિંગ્સ 100-100 બોલની હોય છે

દુનિયાભરમાં પુરુષ અને મહિલા વચ્ચે બરોબરી માટે ઘણું બધું કહેવામાં આવે છે. આધુનિક સમાજમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પુરુષો અને મહિલાઓને સમાન કાર્ય, સમાન વેતનના સ્તર પર લાવવામાં આવે. ક્રિકેટમાં પણ પુરુષ અને મહિલા ખેલાડીઓને મળતાં નાણાંમાં ઘણું મોટું અંતર છે, પરંતુ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં આવું નહીં બને.

ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટની પહેલી સિઝનમાં મહિલા અને પુરુષ વર્ગમાં પુરસ્કારની રકમ બરોબર હશે. 6,00,000 પાઉન્ડની રકમને મહિલા-પુરુષ ખેલાડીઓ વચ્ચે બરોબર વહેંચાશે. ધ હન્ડ્રેડ એ 100 બોલનું ફોર્મેટ છે, જે આ વર્ષે જુલાઈમાં લોન્ચ થશે. આ ટૂર્નામેન્ટ મહિલા અને પુરુષ બંને વર્ગમાં યોજાશે.

ધ હન્ડ્રેડ મહિલા ટૂર્નામેન્ટની અધિકારી બેથ બારેટે કહ્યું, ''અમે બંને વર્ગને સમાન મહત્ત્વ આપવાની ચળવળને લઈને ગર્વ અનુભવી રહ્યા છીએ. અમે એ વાત પણ જાણીએ છીએ કે આ મુદ્દે હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ આ સાચી દિશામાં ઉઠાવવામાં આવેલું યોગ્ય પગલું છે. મહિલા ખેલાડીઓ માટે આ સન્માનની વાત છે.''

ઉલ્લેખનીય છે કે હન્ડ્રેડ બોલ ટૂર્નામેન્ટમાં બંને ટીમની ઇનિંગ્સ 100-100 બોલની હોય છે, જેમાં એક ઓવર છ બોલની નહીં હોય, બલકે એક બોલર સતત દસ કે પાંચ-પાંચ બોલના બ્રેકઅપમાં બોલિંગ કરશે. એક બોલર મેચમાં વધુમાં વધુ ૨૦ બોલ ફેંકી શકશે. આ ઉપરાંત અન્ય ઘણા રોમાંચક નિયમ પણ આ ટૂર્નામેન્ટમાં અમલી હશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Hundred tournament Women Cricket ક્રિકેટ મહિલા ક્રિકેટર હન્ડ્રેડ ટૂર્નામેન્ટ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ