બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Good news for FIX employees, order to raid for 365 days released, amazing, unbelievable, unimaginable match in the World Cup

2 મિનિટ 12 ખબર / ફિક્સ કર્મચારીઓને માટે ગુડ ન્યૂઝ, 365 દિવસ દરોડા પાડવાનો આદેશ છૂટયો, વર્લ્ડ કપમાં અદભૂત, અવિશ્વનિય, અકલ્પનીય મેચ

Vishal Khamar

Last Updated: 11:39 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારનાં મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલ અશ્લિલ ઉદાહરણને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રશ્મિકા મંદા બાદ હવે કેટરીનાં કૈફ પણ ડીપફેકનો શિકાર બની છે. જેમાં કેટરીનાં કૈફની તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે.

 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  

The game of those who tamper with health is over, the biggest decision taken from Gandhinagar, will be raided for 365 days

રાજ્ય સરકાર દ્વારા ભેળસેળીયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળનો મુદ્દો ચર્યાયો હતો.  માત્ર તહેવારો નહીં સામાન્ય દિવસોમાં પણ દરોડા પડશે. ફ્રૂડ ચકાસણી બાદ ટૂંકા સમયમાં રિપોર્ટ આવે તેવી મુખ્યમંત્રી દ્વારા સૂચનાં પણ આપવામાં આવી હતી. બિનઆરોગ્યપ્રદ ખોરાક માટે મુહીમ ચલાવવાની સૂચના આપી છે. ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ હવે દંડાશે. 

જનરલ કેટેગરીના ગરીબોને અનામત આપવા મામલે મોટા સમાચાર, થોડા દિવસમાં આવી શકે  છે ચુકાદો | supreme court hears the pleas of both the side regarding ews  reservation

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા બાબતે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.

ISRO's Aditya L1 captures first high energy X-ray glimpse of solar flares

સૂર્યના રહસ્યો જાણવા નીકળેલા ઈસરોના અવકાશયાન આદિત્ય-એલ1ને પહેલી મોટી સફળતા મળી છે. તેણે સૌર કિરણોનો પ્રથમ હાઇ-એનર્જી એક્સ-રે કાઢ્યો છે. આદિત્ય-એલ1ના હેલ 1ઓએસ કેમેરાએ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો છે. ઈસરોએ મંગળવારે આ વિશે લેટેસ્ટ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ-1માં રહેલા  સ્પેક્ટ્રોમીટરે 1 ઓક્ટોબરે તેના પ્રથમ ઓબ્ઝર્વેશન સમયગાળા દરમિયાન સૌર જ્વાળાઓ ઝડપી હતી. 

Agriculture department became more active after MP's presentation regarding fake seeding, informed about danger, gave useful...

નકલી બિયારણને લઈ સાંસદે લખેલા પત્રને લઈ કૃષિ વિભાગ એક્શમાં આવ્યું હતું. નકલી બિયારણને લઈને સંયુક્ત કૃષિ નિયામક જે.બી ઉપાધ્યાયે માહિતી આપી હતી. કૃષિ નિયામક દ્વારા જણાવ્યું હતું કે, સાંસદ રામભાઈએ કરેલી રજૂઆત કૃષિમંત્રીએ ગંભીરતાથી લીધી છે. કૃષિ વિભાગનાં અધિકારીઓને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. તેમજ કૃષિ ભવનમાં બેઠકનું આયોજન કરી ગુણવત્તા નિયંત્રણ કેન્દ્રને સૂચના આપી છે. આ વર્ષે નકલી બિયારણની ખાસ કોઈ ફરિયાદ મળી નથી. 

Bihar caste survey: CM Nitish Kumar says will raise reservation from 50% to 65%

બિહારમાં જાતિય વસતી ગણતરી અને આર્થિક સર્વે રજૂ કર્યાં બાદ સીએમ નીતિશ કુમારે એક મોટો દાવ ખેલ્યો છે. તેમણે રાજ્યમાં વસતીના પ્રમાણમાં અનામતની લિમિટને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સીએમ નીતિશે બિહારમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 65 કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતને ઇડબલ્યુએસના 10 ટકાથી વધારીને 75 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સીએમ નીતિશે કહ્યું કે, સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ પ્રસ્તાવ મુજબ, એસસી માટે અનામતની મર્યાદા હાલના 16 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવે. એસટીને એક ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે,  અતિ પછાત અને ઓબીસીને 43 ટકા અનામત આપવામાં આવે. 

In Vadodara, the daughter ran away and got a court marriage, but the father kept her

વડોદરા જિલ્લાના વાઘોડીયાના લીલોર ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ લીલોર ગામે દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ બેસણું રાખ્યું હતું. આ તરફ જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જે બાદમાં સામે આવ્યું કે, પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો તેમણે આવો નિર્ણય કર્યો હતો. દીકરીના પિતાએ સમાજના લોકો બોલાવી દીકરી પ્રત્યે નારાજગી બતાવી હતી. 

B-Grade Films On His Mind': BJP Slams Nitish Kumar For 'Sex-Ed' Comment

બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના 'સેક્સી જ્ઞાન' પર ભાજપ ભડકી ઉઠ્યો છે. વસતી નિયંત્રણ ચર્ચા વખતે નીતિશ કુમારે વિધાનસભામાં સાવ અશ્લિલ ઉદાહરણ આપ્યું હતું. હવે આ મામલે ભાજપની ઉગ્ર પ્રતિક્રિયા આવી છે. બિહાર ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય રાજકારણમાં નીતિશ બાબુ જેવા અભદ્ર નેતા જોયા નથી. બી ગ્રેડની એડલ્ટ ફિલ્મનો કિડો નીતિશના મગજમાં ઘુસી ગયો છે. તેમની જાહેરની ડબલ મિનિંગ વાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ લાગે છે તેમની પર સંગતની અસર ચઢી છે. 

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ટાઈગર-3ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ટુવાલ ફાઇટ સીનની એક તસવીર શેર કરી હતી, જેની સાથે છેડછાડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ પહેલા રશ્મિકા મંદન્ના પણ ડીપફેકનો શિકાર બની ચુકી છે. વીડિયોમાં અભિનેત્રીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો. લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદન્ના બાદ હવે કેટરિના કૈફ પણ ડીપફેકનો શિકાર બની છે. ખરેખર તાજેતરમાં કેટરીના કૈફે તેની ફિલ્મ ટાઈગર-3ના ટોવેલ ફાઈટ સીનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે આ તસવીરને એડિટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે ખૂબ વાયરલ પણ થઈ છે. ડીપફેક તસવીરમાં કેટરીના કૈફના કપડા સાથે છેડછાડ કરવામાં આવી છે, જે બાદ અભિનેત્રીના ચાહકો ડીપફેક અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.

Sam Bahadur Trailer: The great trailer of Saim Bahadur, which shook the foundation of Pakistan, was released, Vicky...

બોલિવૂડ એક્ટર વિકી કૌશલ તેની આગામી ફિલ્મ સૈમ બહાદુરને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક ઘણા સમય પહેલા શેર કર્યો હતો. આ પછી થોડા સમય પહેલા આવેલા આ ફિલ્મના ટીઝરને પણ ચાહકો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ શેર કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ દેશના પહેલા ફિલ્ડ માર્શલ અને કઠિન વ્યક્તિત્વ સામ બહાદુરની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર બહાર આવ્યાને થોડી જ મિનિટો થઈ હશે પરંતુ દેશભક્તિમાં ડૂબેલા વિકી કૌશલના અભિનયએ આ થોડી મિનિટોમાં બધાને પ્રભાવિત કર્યા છે. વિકી કૌશલ ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ બોલતા જોવા મળે છે.

વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી રોમાંચકકારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની ડબલ સદીથી અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સત્તાવાર એન્ટ્રી મેળવી લીધી છે. એક તબક્કે ઓસ્ટ્રેલિયા હારની અણી પર હતું પરંતુ તોફાની બેટર મેક્સવેલે એકલે હાથે મેચ જીતાડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. પહેલા બેટિંગ કરીને અફઘાનિસ્તાને 5 વિકેટમાં 291 રન કર્યાં હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટમાં 293 રન કર્યાં હતા. 

ઓસ્ટ્રેલિયા-અફઘાનીસ્તાન વચ્ચે મંગળવારે રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલીયાની ટીમનાં મેક્સવેલની તોફાની ઈનિંગ રમી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. મેક્સવેલે એકલા હાથે મેચ જીતાડી હતી. 128 બોલમાં બનાવી બેવડી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવામાં મેક્સવેલ પહેલા નંબરનો ખેલાડી બન્યો હતો. આજે ઐતિહાસિક જીત બાદ ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. 12 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબરે સ્થાન મેળવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ