બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / gold silver price today 17 april 2020 june future price fell by rs 1500 per 10 gram know the latest rates
ADVERTISEMENT
ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં તેજી અને રૂપિયો મજબૂત થવાની વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં લૉકડાઉનના કારણે સ્પૉટ ગોલ્ડ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે સરકારે આ લૉકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદા બજારમાં સોનાનો ભાવ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચીને 45,685 રૂપિયાના સ્તર પર આવી ગયું છે.
ચાંદીની કિંમતોમાં પણ આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જૂન વાયદા વાળા ચાંદીનો ભાવ 42,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર રહ્યો.
ADVERTISEMENT
આ સપ્તાહે રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું સોનું
એના પહેલા સેશનમાં ડૉલરની સરખામણીએ રૂપિયાના ઘટાડા બાદ સોનાના ભાવનો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર એટલે કે 47,327 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો હતો. જણાવી દઇએ કે ગુરુવારે ડૉલરની સરખામણીએ રૂપિયા 76.87ના સ્તર પર આવી ગયો હતો. જે એક રેકોર્ડ સ્તર હતો. ભારતમાં ગોલ્જની કિંમતો પર 12.5 ટકા આયાત શુલ્ક અને 3 ટકા જીએસટી આપવાનો હોય છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે અહીંયા પણ ગોલ્ડની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં સ્પૉટ ગોલ્ડનો ભાવ 0.1 ટકાના ઘટાડા સાથે 1,716.56 ડૉલરે પહોંચી ગયો છે.
ADVERTISEMENT
ભારત સરકારે નાણાંકીય વર્ષ 2020 21ની સીરિઝ 1 ગોલ્ડ બૉન્ડના ઓપનંગ માટે જાણકારી આપી દીધી છે. એ પ્રમાણે સીરિધ 1 ગોલ્ડ બૉન્ડ 20 એપ્રિલથી 24 એપ્રિલ માટે ખુલશે. નાણાંકીય વર્ષની પહેલી છ માસિક સૉવરેન ગોલ્ડ બૉન્ડને સબ્સક્રિપ્શન માટે ખોલવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કુલ 6 વખત સૉવરેન ગોલ્ડ બૉન્ડ જારી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.