બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 10 March 2025
Gold-Silver Price : સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે સોમવાર 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં હોળી 14 માર્ચ, શુક્રવારના રોજ છે.
ADVERTISEMENT
દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયાની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 80,300 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલો ચાંદીનો ભાવ 99,000 રૂપિયાના સ્તરે છે. આજના 10 માર્ચના સોના અને ચાંદીના ભાવ તપાસો.

ADVERTISEMENT
જાણો શું છે ચાંદીનો ભાવ ?
10 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 99,000 રૂપિયા પ્રતિ કિલો હતો. પાછલા સપ્તાહે ચાંદીનો ભાવ 99,000 રૂપિયા હતો.
ADVERTISEMENT

વધુ વાંચો : સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો
ADVERTISEMENT
દિલ્હી-મુંબઈમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 80,540 રૂપિયા હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,390 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 10 માર્ચ, 2025ના રોજ દેશના 4 મોટા શહેરોમાં સોનાના ભાવ અહીં જાણો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.