બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold prices rises today so investing is good or not read expert advice

કિંમત / સોનાની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો કેટલા સ્તરે પહોંચી શકે છે

Published By: Krupa

Last Updated: 07:39 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાની કિંમતમાં આજે ફરીથી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર મંગળવારે કિંમતોમાં પ્રતિ 10 ગ્રામ 125 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

  • સોનાની કિંમત આવનારા દિવસોમાં 46,400 રૂપિયાના સ્તર પર જઇ શકે છે
  • ડૉલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની પ્રતિ સરેરાશ કિંમત 1700 ડૉલર પાર જઇ ચુકી છે

ગોલ્ડની કિંમતો વધવાના ઘમા પ્રમુખ કારણ છે જેમ કે ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો, યૂએસ-ચીનની વચ્ચે વેપાર યુદ્ધને લઇને કોઇ પ્રકારનું પરિણામ નહીં અને વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાનું સતત નબળું થવું. એવામાં સોનાની કિંમત આવનાર દિવસો 46,300થી લઇને 46,400 રૂપિયાના સ્તર સુધી જઇ શકે છે. હવે આ સ્થિતિમાં શું તમારે સોનું ખરીદવું જોઇએ. એક્સપર્ટનું માનીએ તો એમને આ મહામારીના સમયમાં સોનું ખરીદવાની હા પાડી છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં 1700 ડૉલરની પાર 
આ સમયે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની પ્રતિ સરેરાશ કિંમત 1700 ડૉલર પાર જઇ ચુકી છે. એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસીડેન્ટ કમોડિટી એન્ડ કરેન્સી અનુજ ગુપ્તાએ જણાવ્યું છે કે ન્યૂયોર્કમાં સોનાની કિંમત આવનારા દિવસોમાં 1710થી 1715 ડૉલર પ્રતિ સરેરાશ સુધી જઇ શકે છે. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને આ 44,500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી શકે છે. સોનાની કિંમતો હાલ એક મહિનામાં 47 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર જઇ શકે છે. હાલ અમે તે ખરીદવાની સલાહ આપી રહ્યા છીએ, કારણ કે કિંમતોમાં વધારે વધારો થવાની શક્યતા છે. 

રૂપિયામાં આગળ આવી શકે છે મજબૂતી
ગુપ્તાનું માનીએ તો આવનારા દિવસોમાં ડૉલરની સરખામણીએ રૂપિયામાં મજબૂતી જોવા મળી શકે છે. આજે શરૂઆતમાં રૂપિયા 75.55ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. હાલ રૂપિયામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યો છે અને આ 75 થી લઇને 74.80ના સ્તર પર આવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gold business કોમોડિટી ગોલ્ડ રૂપિયો સોનું Gold Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ