બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Girls aged 12 to 21 are increasingly becoming victims of this disease

ચોંકાવનારો રિપોર્ટ / બાપ રે! 12થી 21 વર્ષની છોકરીઓ તેજીથી બની રહી છે આ બીમારીનો ભોગ, ભારતમાં 55 ટકા મહિલાઓ છે શિકાર!

Priyakant

Last Updated: 10:10 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iron Deficiency in Women News: અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ પરિણામો 12 થી 21 વર્ષની લગભગ 3500 છોકરીઓ અને મહિલાઓનો અભ્યાસ કર્યા પછી સામે આવ્યા

  • મહિલાઓને લગતા એક અભ્યાસમાં ચોંકાવનારું રિસર્ચ
  • છોકરીઓ તેજીથી બની રહી છે આ બીમારીનો ભોગ
  • ભારતમાં લગભગ 55 ટકા મહિલાઓ એનિમિયાના જોખમમાં હોઈ શકે 

મહિલાઓને લગતા એક અભ્યાસમાં મહિલાઓ સંબંધિત કેટલીક ચિંતાજનક હકીકતો સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ અભ્યાસનું માનીએ તો 12થી 21 વર્ષની છોકરીઓ અને મહિલાઓમાં આર્યનની ઉણપની સમસ્યા ઝડપથી વધી રહી છે. રિપોર્ટ મુજબ એકલા અમેરિકા જેવા દેશમાં 40 ટકા મહિલાઓ એનિમિયાનો શિકાર છે. અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ પરિણામો 12 થી 21 વર્ષની લગભગ 3500 છોકરીઓ અને મહિલાઓનો અભ્યાસ કર્યા પછી સામે આવ્યા છે. જે મુજબ ગોરી છોકરીઓ કે મહિલાઓની સરખામણીમાં કાળી છોકરીઓ કે મહિલાઓમાં આયર્નની ઉણપ કે એનિમિયાનું જોખમ ચાર ગણું વધારે હતું.

ભારતીય મહિલાઓની શું છે સ્થિતિ ? 
આર્યનની ઉણપનો એનિમિયાનું જોખમ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતીય મહિલાઓમાં પણ ખૂબ જ વધારે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-(III) ના એક અહેવાલ મુજબ ભારતમાં અડધાથી વધુ એટલે કે, લગભગ 55 ટકા મહિલાઓ એનિમિયાના જોખમમાં હોઈ શકે છે. એક અભ્યાસ મુજબ એનિમિયાની સમસ્યા પૂર્વ, મધ્ય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં રહેતી મહિલાઓમાં વધુ જોવા મળે છે. 

આ બીમારીનું શું છે કારણ ? 
આર્યનની ઉણપનો એનિમિયાનું જોખમનું કારણ નબળી આર્થિક સ્થિતિ, પૌષ્ટિક ખોરાકનો અભાવ, ગ્રામીણ વાતાવરણમાં મહિલાઓ પર વધુ બાળકો પેદા કરવાનું દબાણ અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી મહિલાઓમાં આ ખતરો વધારી રહી છે.

શું કહી રહ્યા છે નિષ્ણાંતો ? 
નિષ્ણાતોના મતે એનિમિયા વધવાનું સૌથી મોટું કારણ આયર્નની ઉણપ છે. ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન લોહીની ઉણપ અને તે મુજબ પૌષ્ટિક ખોરાક ન લેવાને કારણે આ ઉણપ વધુ વધે છે. આયર્નની માત્રા જાળવી રાખવા માટે પૂરતો ખોરાક લેવો જરૂરી છે. રિસર્ચ અનુસાર જે મહિલાઓ માત્ર શાકાહાર લે છે તેમાં એનિમિયાનો ખતરો વધુ હોય છે. આ સાથે નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, દર વર્ષે બ્લડ ટેસ્ટ અને આયર્ન ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી છે. જેથી આયર્નની ઉણપને સમયસર શોધી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ