બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Girl student ran away with coaching teacher,' warns her own family

વાયરલ / VIDEO : સંસ્કાર લજવી નાખ્યા આ છોકરીએ, ટીચરને ભગાડી ગઈ, ઉપરથી મા-બાપને ધમકી આપી

Hiralal

Last Updated: 02:34 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના બેતિયામાં કોચિંગ ટીચરને લઈને ભાગી જનાર છોકરીએ એક વીડિયો બહાર પાડીને ઘરવાળાને ધમકી આપી.

  • બિહારના બેતિયાની પ્રેમકહાની બની ચર્ચાસ્પદ
  • ટીચરને લઈને ભાગી નીકળી છોકરી
  • ઉપરથી ઘરવાળાને ધમકી આપી
  • પતિને કંઈ થયું તો છેક સુપ્રીમ સુધી જઈશ 

માતાપિતા દીકરીને ઉછેરવામાં કોઈ કચાશ રાખતા નથી અને તેનું જીવન સારામાં સારુ બને તે માટે જીવન આખું પાથરી દેતા હોય છે પરંતુ આજ દીકરી જ્યારે મોટી થઈ જાય ત્યારે માતાપિતાને ભૂલીને પ્રેમમાં ગાંડી થઈને ભાગી જાય અને પાછું ઉપરથી ઘરવાળાને ધમકી આપે કે મારા પતિને કંઈ થયું તો છેક છેલ્લે સુધી લડી લઈશ. બૈતિયામાં એક વિદ્યાર્થિની પોતાના કોચિંગ ટીચર સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા જે પછી ઘરવાળાઓ ટીચર સહિત 5 લોકોની સામે કેસ કર્યો તો સગીરા ભડકી ઉઠી હતી અને ઘરવાળાઓને બરાબરના તતડાવ્યાં હતા. એક વીડિયો શેર કરીને તેણે ઘરવાળાઓને ધમકી આપી. વીડિયોમાં તેણે કહ્યું કે  હું મારી મરજીથી ઘરેથી ભાગી ગઇ હતી તેથી જો મારા પતિ કે પતિના ઘરવાળાને કોઈ આંચ આવશે તો હાઈકોર્ટ તો ઠીક છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશ તેટલી તાકાત છે મારામાં. 

વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે
આ ઘટના જિલ્લાના ચંપાટિયા બ્લોકના સિરસિયા ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જાહેર થયેલા વીડિયોમાં યુવતી પોતાનું નામ અંજલિ કુમારી જણાવી રહી છે, ઉંમર 21 વર્ષ છે. વીડિયોમાં તે લવ મેરેજ કરવાની વાત કરી રહી છે. આ સાથે જ તે પોતાના પરિવારના લોકો પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવી રહી છે. યુવતીએ પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે.

 અંજલી કાર લઈને બેતિયા પહોંચી, ટીચર સાથે કર્યાં લગ્ન 
અંજલિ કુમારી ઈન્ટરની સ્ટુડન્ટ છે, તે મિશ્રૌલી ચોકમાં એક કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી હતી. 27 વર્ષીય ચંદન કોચિંગમાં ભણાવતો હતો. આ દરમિયાન ચંદન અને અંજલિ પ્રેમમાં પડ્યાં હતાં. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ચંદન લગભગ 4 વર્ષ સુધી મિસરાઉલી ચોકમાં વિદ્યાર્થીઓને કોચિંગમાં ભણાવતો હતો. અંજલી 3 વર્ષ સુધી ચંદન પાસે ભણવા જતી હતી. 12 ડિસેમ્બરના રોજ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. જો કે અંજલિના પિતાએ પાંચ લોકો સામે અપહરણનો કેસ નોંધાવ્યો છે. અંજલીએ કહ્યું કે હું ઘરેથી નીકળીને જાતે જ બેતિયા પહોંચી, જ્યારે હું ઘરેથી નીકળીને મુખ્ય રસ્તા પર આવી ત્યારે મેં મારા બોયફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે હું ઘર છોડીને જતી રહી છું. આ વાત સાંભળીને મારા પતિ બોયફ્રેન્ડને આશ્ચર્ય થયું અને તેણે મને સમજાવવાની કોશિશ શરૂ કરી દીધી. પરંતુ મેં તેનો એક શબ્દ પણ ન સાંભળ્યો અને કાર લઈને બેતિયા સુધી પહોંચી હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ