બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ghatlodia's Calorex Future School locked down after namaz controversy

વિવાદ / નમાજના વિવાદ વચ્ચે ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને તાળા: એક દિવસની રજા જાહેર, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 09:18 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં નમાજના વિવાદ બાદ લાગ્યા તાળા, નમાજના વિવાદ વચ્ચે શાળામાં એક દિવસની રજા જાહેર

  • કેલોરેક્સ સ્કૂલમાં નમાજના વિવાદ બાદ લાગ્યા તાળા 
  • વિવાદ વચ્ચે શાળામાં એક દિવસની રજા જાહેર 
  • નમાજ અદા કરવાનો વીડિયો થયો હતો વાયરલ 

Ahmedabad News: અમદાવાદની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા છે.  VHP, બજરંગદળ સહિતના સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં નમાજના વિવાદ બાદ તાળા લાગ્યા છે. સ્કૂલમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રાખવાન નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હિન્દુ સંગઠનોએ સ્કૂલ ખાતે જઈને વિરોધ કર્યો હતો. બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો હતો. 

સ્કૂલને ફટકારવામાં આવી નોટિસ
આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. સમગ્ર મામલે લેખિત ખુલાસો આપવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. રોહિત ચૌધરીએ જણાવ્યું કે,  ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને નોટિસ પાઠવી સત્વરે ખુલાસો આપવા જણાવ્યું છે. ધાર્મિક લાગણી દુભાઇ એવો કોઈ પણ પ્રકારનો સ્કૂલે પ્રયાસ કરવો ન જોઈએ. 

વીડિયો વાયરલ થતાં વાલીઓ અને સંગઠનોમાં રોષ
અમદાવાદના  ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. 

પ્રિન્સિપાલના રાજીનામાની કરી હતી માંગ
જ્યાં પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. તેમજ પ્રિન્સિપાલના રાજીનામાની માગ કરી હતી. રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી.

શિક્ષકને દોડાવી દોડાવીને માર્યો હતો માર 
જે બાદ મામલો બગડ્યો હતો અને ટોળાએ સ્કૂલના શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો, જેના દ્રશ્યો વીડિયોમાં કેદ થયાં હતા. જે બાદ પોલીસે વચ્ચે પડીને શિક્ષકને બચાવીને ક્લાસરૂમમાં મોકલી દીધો હતો. જે બાદ પોલીસની ટીમે સમગ્ર મામલો ઠાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

લોકોની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએઃ આચાર્ય
આ મામલે ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલના આચાર્ય નિરાલી ડગલીએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં તમામ તહેવારની ઉજવણી થાય છે. ગણેશ સ્થાપન પણ કરવામાં આવ્યું હતું અને નવરાત્રીની પણ ઉજવણી કરવામાં આવનારા છે. ત્યારે અન્ય તહેવારની ઉજવણી માફક આવું 2 મિનિટ માટે કરવામાં આવ્યું હતું. ઈદના આગલા દિવસને આ કરાયું હતું. કોઈ બાળકને ફોર્સ કરવામાં આવ્યો નહોતો. વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવાના હેતુથી આમ કરવામાં આવ્યું હતું. છતાં લોકોની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ. અમે માફીપત્ર પણ આપ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ