બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / German Woman, Who Was Kidnapped, Paraded Naked By Hamas, Is Dead

ઈઝરાયલ વોર / હમાસે જે છોકરીને નગ્ન કરીને ફેરવી તેની થઈ ઓળખ, આતંકીઓએ કરી હતી બહુ બર્બરતા

Hiralal

Last Updated: 05:54 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ આચરેલી બર્બરતા બાદ ગાયબ થયેલી જર્મન છોકરી શની લોકની લાશ મળી આવી છે.

  • હમાસના આતંકીઓએ આચરેલી બર્બરતા બાદ જર્મન છોકરીનું મોત
  • ઈઝરાયલી દળોને ગાઝામાંથી મળી લાશ
  • આતંકીઓએ જર્મન છોકરીનું અપહરણ કરીને તેને નગ્ન ફેરવી હતી 

7 ઓક્ટોબરે જ્યારે હમાસના આતંકીઓ ઈઝરાયલમાં ઘુસી આવ્યાં હતા ત્યારે ગાઝા બોર્ડરે ચાલી રહેલા સંગીતના મોટા સમારોહમાંથી આતંકીઓ જર્મન છોકરી શની લોકનું અપહરણ કરીને લઈ ગયા હતા અને તેને નગ્ન પરેડ કરાવી હતી ત્યાર બાદ પણ તેની સાથે બર્બરતા આચરી હતી જે છોકરીને લઈને આજે દુખદ સમાચાર જાહેર થયા છે. 

7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ જર્મન છોકરી સાથે કરી હતી ક્રૂરતા 
ઈઝરાયલની ધરતી પર હુમલા દરમિયાન હમાસના આતંકીઓએ ભીષણ ક્રૂરતા બતાવી હતી. તેઓ મહિલાઓ પર બળાત્કાર ગુજારતા હતા, બાળકોની હત્યા કરતા હતા અને સેંકડો લોકોનું અપહરણ કરતા હતા. હમાસના સ્ટેટસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક જર્મન મહિલાનો વીડિયો પણ હતો, જેના પર મહિલાની માતાએ દાવો કર્યો હતો કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે અને તેને અર્ધનગ્ન કરવામાં આવી હતી. 

ગાઝામાંથી મળી જર્મન છોકરીની લાશ
ઈઝરાયલી સુરક્ષા દળોને શનિ લોકની લાશ ગાઝા બોર્ડરેથી મળી આવી છે. શનિ હમાસની બર્બરતાનો બરાબરનો ભોગ બની હતી. 

માતા માનતી હતી કે પુત્રી જીવતી છે
22 વર્ષીય જર્મન મહિલા શનિ લૌકની માતાને વિશ્વાસ હતો કે તેમની પુત્રી જીવંત છે. સોશિયલ મીડિયા પર સેલ્ફ રેકોર્ડેડ વીડિયો સંદેશમાં શનિની માતા રિકાર્ડા લુકે જણાવ્યું હતું કે તેને ગાઝા પટ્ટીના એક પારિવારિક મિત્રએ જણાવ્યું હતું કે તેની પુત્રી હમાસના કબજાહેઠળની હોસ્પિટલમાં જીવતી છે. તેમણે જર્મન સરકારને શનિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવા વિનંતી કરી.

અમારા દિલ તૂટી ગયા-ઈઝરાયલ સરકાર 
શનિની લાશની ઓળખ થયા બાદ ઈઝરાયલ સરકારે એવું કહ્યું કે આ ઘટના જાણીને અમારા દિલ તૂટી ગયાં છે. શનિ મૂળ ટેટૂ કલાકાર છે. હમાસના આતંકીઓએ તેને ખૂબ ટોર્ચર કરી હતી, અપહરણ બાદ તેની નગ્ન પરેડ કરાવી હતી. 

શનિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થયો હતો 
ઇઝરાયેલી કોન્સર્ટ કે જ્યાંથી જર્મન ટેટૂ આર્ટિસ્ટ શનિનું અપહરણ કરવામાં આવ્યું હતું તે હમાસના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયેલ પ્રથમ સ્થાનોમાંથી એક હતું. લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ પરેડ કરીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. શનિની માતા રેકોર્ડા અનુસાર, બેંકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છેલ્લે ગાઝામાં થયો હતો. એવું સૂચન કરવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ તેને લૂંટવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ