બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Gen Bajwa called me playboy: Imran Khan

શરમજનક / ઈમરાન ખાન તો સાવ બેશરમ નીકળ્યાં, પ્રાઈવેટ વીડિયો પર બોલ્યાં એવું થઈ ફજેતી, શું છે પ્લેયબોય

Hiralal

Last Updated: 02:55 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનની બેશરમી દુનિયામાં જાણીતી છે અને હવે વધુ એક વાર તેમણે મજાક ઉડે તેવું નિવેદન આપ્યું છે.

  • પાક.ના પૂર્વ પીએમ ઈમરાન થયા બેશરમ
  • વાયરલ પ્રાઈવેટ ઓડિયો અને વીડિયો પર આપી પ્રતિક્રિયા
  • કહ્યું, આ હું ભૂતકાળમાં પ્લેયબોય હતો 

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને, તેમના કથિત ફોન સેક્સ ઓડિયો વાયરલ થયા પછી, પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી અને સ્વીકાર્યું હતું કે તે "ભૂતકાળમાં દેવદૂત નહીં પણ પ્લેબોય હતો". એક મોટા ઘટસ્ફોટમાં, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે નિવૃત્ત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ એક મીટિંગ બાદ મને પ્લેબોય કહ્યા હતા.

બાજવાએ મને મીટિંગમાં પ્લેબોય કહ્યાં- ઈમરાન 
ઈમરાન ખાને કહ્યું કે ઓગસ્ટ 2022 માં જનરલ બાજવા સાથેની બેઠકમાં, તેમણે મને કહ્યું કે તેમની પાસે મારા પક્ષના માણસોના ઓડિયો અને વીડિયો છે. તેમણે મને એ પણ યાદ અપાવ્યું કે હું એક 'પ્લેબોય' છું. મેં તેમને કહ્યું... હા, હું ભૂતકાળમાં (પ્લેબોય) હતો અને મેં ક્યારેય દાવો કર્યો ન હતો કે હું એક દેવદૂત છું. સોમવારે તેમના લાહોર સ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતી વખતે ઈમરાન ખાને તેમના વાયરલ થયેલા ગંદા ઓડિયો' વિશે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા ઈમરાન ખાનના છ સેક્સી વીડિયો વાયરલ થયા છે. ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે આ ઓડિઓ ક્લિપ્સ અસલી છે અને આગામી દિવસોમાં ખાનની આવી જ વીડિયો ક્લિપ્સ બહાર આવી શકે છે.

ઈમરાન ખાનના ઓડિયો અને વીડિયો થયા હતા વાયરલ
ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ ઈમરાન ખાનના કેટલાક ઓડિયો અને વીડિયો વાયરલ થયા હતા. જેઓ તેમાં કેટલીક મહિલાઓ અને યુવાનો સાથે વાંધાજનક હાલતમાં જોવા મળ્યાં હતા. 

શું છે પ્લેયબોય શબ્દનો અર્થ 
સેક્સ્યુઅલ પ્લેઝર માટે મહિલાઓ અને પુરુષો સાથે દોસ્તી રાખતા કે તેમની સાથે સંબંધ બાંધવા માટે વિલાસીતાપૂર્વ જીવન જાવતા વ્યક્તિને સામાન્ય રીતે પ્લેયબોય તરીકે ઓળખવામાં આવે છે. ઈમરાનખાનને પણ પ્લેયબોય ગણાવાઈ રહ્યાં છે, એક તો તેમણે 3 વાર લગ્ન કરેલા છે અને ભૂતકાળમાં અને હાલમાં તેમના અનેક વાંધાજનક ઓડિયો અને વીડિયો સામે આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ