બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / garlic is not only a tasty food it is a medicine

આરોગ્ય / લસણ માત્ર સ્વાદ માટે નથી એ દવા કરતાં પણ વધુ ફાયદાં કરે છે, આ રહ્યા ઘરેલું ઉપચાર

Kashyap

Last Updated: 05:43 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાસ કરીને લસણનો પ્રયોગ જમવાને સ્વાદિષ્ટ બનાવવા માટે થતો હોય છે. લસણ ખોરાકનો સ્વાદ વધારે છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ છે. આ ફાયદા ખરેખર અચરજ પમાડે તેવાં છે. લસણ ઔષધીય ગુણોથી ભરપુર છે, તે તમને સ્વસ્થ રાખવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. કેટલાક લોકો તેના ગુણોને જાણતા જ નથી. સવારે ખાલી પેટે લસણ ખાવાથી આપણા શરીરને અનેક લાભ થાય છે.

આ રહ્યા નિરોગી રાખતાં લસણના ફાયદાઓઃ

*લસણનું સેવન એ લોકો માટે ખુબ જ ફાયદાકારક છે જેને લોહી જાડું થવાની સમસ્યા છે. લસણ બ્લડ કલોટિંગને રોકે છે. સવારે ખાલી પેટ લસણની 1 કળી ખાવી જોઇએ. 

*જો તમને ખીલ કે ફોડલીઓની સમસ્યા હોય તો રોજ ખાલી પેટ લસણની કાચી કળીનું સેવન કરવું જોઇએ. તેના સેવનથી તમારું લોહી સ્વચ્છ થશે અને ખીલ ફોડલીઓની સમસ્યા ધીમે ધીમે દુર થઇ જશે.

*લસણ પોતાના એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખે છે જો તમે રોજ લસણનું સેવન કરશો તો તમારુ બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને નિયંત્રણમાં રહેશે.

*જો તમે શરદી-ખાંસીથી પરેશાન રહેતા હો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરની રોગપ્રતિકારકતા ઓછી છે. જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ઇચ્છતા હો તો તમારી દિનચર્યામાં લસણ સામેલ કરો. જો તમે રોજ લસણ ખાશો તો 100 ટકા તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જશે.

*લસણ ઔષધીય ગુણોથી ભરપુર છે તેથી તેનું નિયમિત રીતે સેવન તમને અનેક લાભ આપે છે અને સાથે ઇંફેક્શનને દુર કરવામાં પણ મહત્તવનો ભાગ ભજવે છે.

*જો તમે તમારા વધતા વજનથી પરેશાન હો તો પણ લસણનું સેવન તમારા માટે ફાયદાકારક છે. રોજ તમે ખાલી પેટે લસણનું સેવન કરશો તો તે તમારું વધતુ વજન રોકવામાં મદદ કરશે.

*શિયાળામાં લીલું લસણ ખાવાથી શ્વસનતંત્રના રોગો જેમકે શરદી, ખાંસી, કફ, ઇન્ફ્લુએન્ઝાની સાથે સાથે આંતરડાના રોગો પણ મટે છે. તે એન્ટી એલર્જિક હોવાથી એલર્જી સામે લડવામાં પણ ઉપયોગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Garlic Health Health Benefits Home Remedies Medicine આરોગ્ય લસણ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ