બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / Garlic is full of miraculous properties, from killing TB bacteria, other benefits are also surprising.

હેલ્થ ટિપ્સ / TBના જીવાણુને ખતમ કરવાથી લઇને અનેક ચમત્કારિક ગુણોથી ભરપૂર છે 'લસણ', અન્ય ફાયદા પણ ચોંકાવનારા

Megha

Last Updated: 04:22 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે તો આજે આપણે લસણના કેટલાક ઉપાય જાણીએ.

  • સ્વાદની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ ઉપયોગી છે લસણ
  • લસણનો પ્રયોગ તમને આપશે અનેક ચમત્કારિક ફાયદા
  • લસણની તાજી પેસ્ટમાં ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે

લસણ રસોઇમાં સ્વાદની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ ઉપયોગી છે. લસણ ગુણમાં ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે તો આજે આપણે લસણના કેટલાક ઉપાય જાણીએ.

• દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન-એ, બી અને સીની સાથે આયોડિન, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો એકસાથે મળી જાય છે, જેથી શરીરમાં આ પોષક તત્ત્વોની ઊણપ સર્જાતી નથી અને અનેક સમસ્યા દૂર રહે છે

• રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલ સાથે લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન-સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્ત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.

• હાઈપરટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજા લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. તે એનીમિયા, રૂમેટિક ડિસીઝ, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ ઉપરાંત કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.

• લસણની કળીવાળો આહાર લેવાથી ચરબીનું પ્રમાણ ઘટતાં કમરનો ઘેરાવો ઓછો થાય છે. ટાઈપ-ટુ ડાયાબિટીસ માટે લસણ શ્રેષ્ઠ કુદરતી ઔષધની ગરજ સારે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે, જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે.

• સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે.

• લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છર પાસે આવતાં નથી અને કરડતાં નથી, સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એ‌િન્ટબેક્ટેરિયલ તત્ત્વ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ