બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:08 AM, 3 April 2025
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના છારા ગામમાં ગંગનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહેલા આ પૌરાણિક મંદિરનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે. ઋષિ અગસ્ત્યએ અહીં શિવલિંગનું સ્થાપન કર્યુ હોવાની લોકવાયકા છે. અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન રામાયણકાળના મહાદેવ ગંગનાથ સૌ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે દેવદર્શનમાં આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશુ..
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલા છારા ગામમાં અરબી સમુદ્રના કાંઠે આદિ અનાદિ કાળથી ગંગનાથ મહાદેવ ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે. પૌરાણિક માન્યતા અને લોક પરંપરા અનુસાર પૌરાણિક ગંગનાથ મહાદેવ મંદિર રામાયણકાળ વખતનું હોવાનું પણ માનવામાં આવે છે. રામાયણના સમય દરમિયાન અહીં ઋષિ અગસ્ત્યનો આશ્રમ હતો જે સ્થળે ગંગનાથ મહાદેવ બિરાજમાન છે. સ્વયં ઋષિ અગસ્ત્યએ શિવલિંગનું સ્થાપન કર્યુ હોવાની લોક માન્યતા છે.
ગંગનાથ મહાદેવ મંદિર ચાર થી પાંચ હજાર વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. અહીં દિવસમાં ત્રણ વખત અભિષેક, મહાપ્રસાદ, પૂજા અને આરતી કરવામાં આવે છે. જે શિવભક્તો પોતાના સંકલ્પ મહાદેવ સમક્ષ રજૂ કરે છે તેમના સંકલ્પ ગંગનાથ મહાદેવ પરિપૂર્ણ કરતા હોવાની દ્રઢ માન્યતા છે. પૌરાણિક મંદિરમાં પૂજા કરતા પૂજારી પણ અનેક પેઢીઓથી મહાદેવજીના મંદિરે પૂજા કરતા આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વકફમાં સુધારાથી મુસ્લિમોને ફાયદો થશે કે નુકસાન? સરકારી દાવાઓથી લઈને વિપક્ષની દલિલો સુધી, જાણો બધુ
રામાયણના સમયમાં અહીં ગાઢ જંગલ હતું જેમાં ઋષિ અગસ્ત્યએ આશ્રમ બનાવીને આકરી તપશ્ચર્યા કરી હતી. ઋષિ અગસ્ત્યની તપશ્વર્યા બાદ અહીં માતા ગંગા સ્વયંભૂ પ્રગટ થયા હોવાની પૌરાણિક માન્યતા પણ આટલી જ દ્રઢતા સાથે શિવભક્તોમાં છે. જે જગ્યા પર માતા ગંગાનું પ્રાગટ્ય થયું હતું તે જગ્યા પર પાતાળમાંથી શિવલિંગ રુપે મહાદેવ પ્રગટ થયા હતા. અને અહીંથી ઋષિ અગસ્ત્યએ શિવલિંગનું સ્થાપન તેમના આશ્રમમાં કર્યું હોવાની માન્યતા છે. ઈ.સ 1982માં મંદિર પરિસરમાંથી 5000 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક પુરાવા જમીનમાંથી પ્રાપ્ત થયા હતા
ADVERTISEMENT
રામાયણમાં જે મંદિરનો ઉલ્લેખ છે તેવા ગંગનાથ મહાદેવ અને ઋષિ અગસ્ત્ય દ્વારા આશ્રમમાં જે સ્થળે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યાં ગાયકવાડ સરકાર દ્વારા શિખરબદ્ધ મંદિર બનાવવામાં આવ્યું હતું જે આજે પણ શિવ ભક્તોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
એક પૌરાણિક માન્યતા અનુસાર વર્ષો પૂર્વે ગંગનાથ મહાદેવના શિવલિંગને છારા ગામમાં નવા મંદિરમાં પ્રસ્થાપિત કરવાનો એક પ્રસંગ બન્યો હતો પરંતુ તેમાં પણ શિવભક્તોને અસફળતા પ્રાપ્ત થઈ અને ફરીથી જે જગ્યા પર ઋષિ અગસ્ત્યએ મા ગંગાના અવતરણ વખતે પ્રાગટ્ય થયેલા મહાદેવના રૂપમાં શિવલિંગનું સ્થાપન ફરી નીજ મંદિરમાં કરવામાં આવ્યુ જે આજે પણ દર્શન આપી રહ્યું છે .આજે પણ અહીં હજારો ભક્તો દર્શને આવે છે અને દર્શન કરી પોતાની મનોકામના મહાદેવ સમક્ષ રજૂ કરે છે. અને મહાદેવજી પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.