બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 14 જૂન સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસશે છૂટો છવાયો વરસાદ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:02 AM, 9 June 2026
1/6
Gujarat Rain Forecast : રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસા પૂર્વેનું વાતાવરણ હાલમાં રસપ્રદ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, છતાં ગરમીમાં કોઈ ખાસ રાહત મળતી નથી. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઉનાળાની તીવ્રતા યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે વાદળોની હાજરી છતાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન આશરે 30 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
3/6
4/6
આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૪ જૂન સુધીના સમયગાળામાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
5/6
હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે. બંગાળની ખાડી તરફ પણ ચોમાસાની ગતિ ઝડપી બનતા મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના હવામાનમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળી શકે છે.
6/6
રાજ્યના વિવિધ શહેરોના તાપમાન પર નજર કરીએ તો ભાવનગરમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતના અનેક શહેરોમાં હજુ પણ ગરમીનો પ્રભાવ નોંધપાત્ર રીતે યથાવત છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસું નજીક આવી રહ્યું હોવા છતાં આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને ભેજનો અનુભવ થઈ શકે છે. તેથી નાગરિકોએ ગરમીથી બચવા પૂરતું પાણી પીવું, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ