બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સી આર પાટીલે લીધી મિટિંગ, શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો હાજર

ગાંધીનગર / ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સી આર પાટીલે લીધી મિટિંગ, શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો હાજર

Dinesh Chaudhary

Last Updated: 02:30 PM, 12 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના કમલમમાં ભાપની મળી બેઠક, ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે

ગાંધીનગરમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત છે. જે બેઠકમાં ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓને પણ બોલવવામા આવ્યા છે. જે બેઠકનું ઓયોજન બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ કરવામાં આવી હોવાનું કહેવામા આવી રહ્યું છે પરંતુ રાજકીય ગલીઓમાં ચર્ચા કંઈક અલગ જ ચાલે છે.

BJP-FINAL-FLAGS

ભાજપ 14થી 24 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે

અત્રે જણાવીએ કે, બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનથી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે. જે અભિયાન થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જો કે, બેઠકમાં શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. જેમા બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન અને સૂચનાઓ અપાશે

આ પણ વાંચો: 'હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી, મમ્મી પપ્પા તમે..', વડોદરાના વેપારીનો દીકરો થયો ગુમ, છેલ્લે લખ્યું લાસ્ટ લોકેશન

કમલમમાં ભાજપની બેઠક

અત્રે ઉલ્લેખનીય છે કે,ભાજપમાં જિલ્લા પ્રમુખ અને તાલુકા તેમજ શહેર પ્રમુખોની નિયુક્તિ કરાઈ ચુકી છે ત્યારે હવે ગમે તે સમય નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ મંત્રીમંડળને લઈ નવા જૂનીના એંધાણની વાત રાજકીય પંડિતો કરી રહ્યાં છે. જો કે, ભાજપે આ બેઠકને લઈ આંબેડકર સન્માન અભિયાનની વાત કરી છે. પરંતુ આ બેઠકમાં અન્ય અનેક મુદ્દાઓ પર વાત થઈ શકે છે. આપને જણાવીએ કે, આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar BJP Meeting BJP Program Gandhinagar News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ