બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar gujarat school reopen offline class
Kavan
Last Updated: 08:47 PM, 22 July 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ફરી રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ધોરણ 9,10 અને 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને મહત્વની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
જેમાં આગામી ઓગસ્ટ માસમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ-9,10 અને 11નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે.
અગાઉ ધો.12 અને કોલેજોનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અપાઈ હતી મંજૂરી
અગાઉ સરકારે 50 ટકા કેપેસિટી સાથે ધો. 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જોતા હવે ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.
CM રૂપાણીએ પણ આપ્યું હતું નિવેદન
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન
હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ઓક્સિજનની અછતથી મૃત્યુના આક્ષેપ મામલે CM રૂપાણીનું નિવેદન
રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રીને શિક્ષક સંઘે લખ્યો પત્ર
રાજ્યમાં ઓફલાઇન સ્કૂલ શરૂ કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પત્ર લખ્યો છે. તેમણે શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરૂ કરવા બાબતે રજૂઆત કરી છે. પ્રથમ તબક્કે 6થી 8ના ક્લાસ શરૂ કરવા બાબતે કરાઇ રજૂઆત કરી છે. ગાંધીનગરમાં શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ઓફલાઈન શિક્ષણ માટે જિલ્લા પ્રમાણે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. શેરી શિક્ષણમાં બાળકોને બેઠક વ્યવસ્થામાં મુશ્કેલી બાબતે પણ રજૂઆત કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.