બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Gandhinagar Climate Change Department officer death coronavirus

મહામારી / ગાંધીનગર સચિવાલયમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના ઓફિસરનું કોરોનાથી અવસાન, 3 અઠવાડિયામાં 5માં અધિકારીનું મોત

Hiren

Last Updated: 02:10 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સરકારી કાર્યાલયો હવે કોરોના હોટસ્પોટ બની રહ્યા છે. સૌથી મોટુ સરકારી કાર્યાલય સચિવાલયમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

  • ગાંધીનગર સચિવાલયના વધુ એક કર્મચારીનું કોરોનાથી મૃત્યુ
  • ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં સેક્સન ઓફિસરનું નિધન
  • માત્ર ત્રણ સપ્તાહમાં પાંચ અધિકારીઓનું કોરોનાના કારણે મોત

ગાંધીનગરમાં વધુ એક સરકારી કર્મચારીનું મોત થયુ છે. કલાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સેકશન અધિકારી હિતેશ પંડયાને કોરોના પોઝિટિવ આવતા તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આજે તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતું. જેના પગલે સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને નિવૃતીના આરે પહોંચેલા કર્મચારીઓમાં વધારે ફફડાટ જોવા મળી રહ્યો છે. 

માત્ર ત્રણ સપ્તાહમાં પાંચ અધિકારીઓનું કોરોનાના કારણે મોત

મહત્વનું છે કે, ગાંધીનગરની મોટાભાગની સરકારી કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. ફક્ત સચિવાલય કેમ્પસની વાત કરીએ તો છેલ્લા ત્રણ સપ્તાહમાં પાંચ જેટલા અધિકારીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. SO, Dy.SO સ્તરના આ પાંચમાં અધિકારીનું અવસાન થયું છે. કોરોનાના કહેરના કારણે હાલ તો સચિવાલયના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફ રાખવા સરકારનો નિર્ણય

ગઇકાલે સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફથી કામગીરીનો સામાન્ય વહીવટ વિભાગે પરીપત્ર જાહેર કર્યો હતો. 50 ટકા સિવાયના સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરવા નિર્દેશ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ